ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગની વ્યક્તિગત સંપત્તિમાં મોટો ઘટાડો આવ્યો છે.
ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને વૈશ્વિક આઉટેજનો સામનો કરવો પડ્યા બાદ તેમણે થોડા કલાકોમાં લગભગ 7 અબજ ડોલર ગુમાવ્યા છે .
એક મીડિયા રિપોર્ટ મુજબ વૈશ્વિક સ્તરે આઉટેજને કારણે ફેસબુકના શેરમાં ઘટાડો થયા બાદ ઝુકરબર્ગ પણ ધનિકોની યાદીમાં 5 મા સ્થાને સરકી ગયા છે.
માર્ક ઝુકરબર્ગ અગાઉ બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં ત્રીજા સ્થાને હતા. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર ફેસબુકના શેરમાં સોમવારે 5% નો ઘટાડો થયો છે જે સપ્ટેમ્બરના મધ્યથી 15 ટકા ઘટ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વભરના લાખો લોકો ત્રણેય સેવાઓ સાત કલાક સુધી ડાઉન હોવાને કારણે પ્રભાવિત થયા હતા.
અરે વાહ, શું વાત છે! મુંબઈની બીએમસી શાળામાં પહેલા જ દિવસે આટલા હજાર વિદ્યાર્થીઓએ આપી હાજરી