ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
મેહુલ ચોકસી હવે બરાબરનો ફસાયો છે. એન્ટિગુવાથી રફુચક્કર થઈ જવાના ચક્કરમાં હવે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. વાત એમ છે કે મેહુલ ચોક્સી એન્ટિગુવાથી એક બોટના માધ્યમથી નજીક આવેલા ટાપુ ડોમોનિકા પર જઈ પહોંચ્યો. અહીંથી તે ક્યુબા જવાનો હતો, પરંતુ તેનાથી પહેલાં જ ડોમોનિકાના CID વિભાગે તેને પકડી લીધો. ગેરકાયદે રીતે દેશમાં ઘૂસી આવવાના આરોપ હેઠળ તેને પોલીસ વિભાગને સોંપી દેવાયો છે. આ કઠિન પરિસ્થિતિમાં મુકાયેલા મેહુલ ચોક્સીને હવે સીધેસીધો ભારત દેશ મોકલી દેવાય એવી માગણી એન્ટિગુવાના પ્રધાનમંત્રીએ કરી છે. વાત એમ છે કે ભારત દ્વારા છેલ્લા લાંબા સમયથી મેહુલ ચોકસીને ભારત સોંપવામાં આવે એ માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે. હવે જો તેને વધુ એક વખત એન્ટિગુવા મોકલવામાં આવે તો આ પ્રક્રિયા ઘણી લાંબી ચાલે એમ છે, પરંતુ જો ડોમોનિકા દેશ મેહુલ ચોકસીને સીધો ભારત સોંપી દે તો લોન કૌભાંડનો મુખ્ય આરોપી ભારતમાં આવી શકે એમ છે.