ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
પ્રાચીનકાળથી ભારત તેના પ્રામાણિકતાના ગુણ માટે ઓળખાય છે. આધુનિક સમયમાં પણ દેશના લોકોએ આ ગુણ જાળવીને રાખ્યો છે. મુંબઈના નાગરિકો એનો પુરાવો છે. આખા વિશ્વમાં મુંબઈને પ્રામાણિકતાના ગુણમાં બીજો ક્રમાંક મળ્યો છે. જેના માટે મુંબઈવાસીઓએ એક કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું.
એક સમાચાર સંસ્થા જાણવા માગતી હતી કે દુનિયાનું કયું શહેર વધુ ઇમાનદાર છે. એથી તેણે વોલેટ એક્સપિરિયન્સ નામનો એક પ્રયોગ કર્યો. આ પ્રયોગ હેઠળ વિશ્વનાં 16 મોટાં શહેરોમાં કુલ 192 પાકીટ એટલે કે દરેક શહેરમાં 12 પાકીટ જાણીજોઈને રસ્તા ઉપર ફેંકવામાં આવ્યાં હતાં. આ બધાં જ પાકીટમાં એક વ્યક્તિનું નામ, સરનામું, ફોન-નંબર પરિવારનો ફોટો, બિઝનેસ કાર્ડ સાથે જ લોકોને લલચાવવા તેમાં 3600 રૂપિયા પણ મુકાયા હતા.
જૂની પરંપરા નિભાવવા માટે આ ટાપુ પર 1,428 ડોલ્ફિનનો ખાત્મો, સમુદ્રકિનારો બન્યો રક્તરંજિત; જાણો વિગત
રસ્તાઓ પર ફેંકાયેલાં આ પાકીટોમાંથી કેટલાં પાકીટ પાછાં આવે છે તે જોવા માટે આ પ્રયોગ કરાયો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે ન્યૂ યોર્ક, બર્લિન, લંડન, મૉસ્કો, વર્સેલ્સ જેવાં શહેરોના નાગરિકોને ઇમાનદારીની રેસમાં હરાવીને મુંબઈ વિશ્વનું બીજું સૌથી પ્રામાણિક શહેર બન્યું. મુંબઈમાં ફેંકાયેલાં 12 પાકીટમાંથી 9 પાકીટ પાછાં આવ્યાં હતાં. લંડન અને વર્સેલ્સમાં 5 જ પાકીટ પાછાં આવ્યાં હતાં. લિસ્બન શહેરમાંથી માત્ર એક જ પાકીટ પાછું આવ્યું હતું. ફિનલૅન્ડના હેલસિંકી શહેરમાં 12માંથી 11 પાકીટ સુરક્ષિત પાછાં આવ્યાં હતાં. આ શહેરે ઇમાનદારીમાં પહેલું સ્થાન મેળવ્યું છે.
મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાના પ્રમુખ આનંદ મહિન્દ્રાએ મુંબઈ માટે ગર્વ વ્યક્ત કરતાં આ માહિતી ટ્વિટર પર શૅર કરી હતી.