ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડવા માટે મહત્વાકાંક્ષી ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ 8-લેન હાઇવે લગભગ 1 લાખ કરોડ રૂપિયા ખર્ચીને તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ખાસ વાત એ છે કે તેના કારણે મુંબઈથી દિલ્હી વચ્ચેનું અંતર 150 કિલોમીટર જેટલું ઘટી જશે અને મુંબઈથી દિલ્હીની યાત્રા માત્ર 13 કલાકની રહેશે.
એક અંદાજ મુજબ એક્સપ્રેસ વેના કારણે દર વર્ષે 32 કરોડ લિટર ઈંધણની બચત થશે.
દેશના બે મહાનગરોને જોડતા 1350 કિલોમીટર લાંબા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું કામ જાન્યુઆરી 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હાલમાં, એક્સપ્રેસ વેનું 350 કિમી સુધીનું કામ પૂર્ણ થઈ ગયું છે.
એક્સપ્રેસ વે દ્વારા માત્ર મુંબઈ અને દિલ્હી વચ્ચેનું અંતર ઘટશે સાથે જ હાઈવેની સાઇડોમાં ઓદ્યોગિક ટાઉનશીપ અને સ્માર્ટ સિટી પણ બનાવવામાં આવશે. હાઇ વે પર 92 સ્થળોએ ઈન્ટરવલ સ્પોટ વિકસાવવામાં આવશે.
Join Our WhatsApp Community