ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર.
દેશમાં એકંદરે કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. તેથી અનેક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે, જેમાં હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ નવા નિયમો 14 ફેબ્રુઆરીથી દેશમાં અમલમાં આવશે. જે હેઠળ સાત દિવસ ફરજિયાત હોમ ક્વોરન્ટાઇન ના નિયમને દૂર કરવામાં આવ્યો છે.
તો જોખમી દેશનું ટેગ પણ હટાવી લેવામાં આવ્યું છે.
14 ફેબ્રુઆરીથી અમલમાં આવી રહેલા નવા નિયમ મુજબ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી આવેલા પ્રવાસીને દેશમાં આગમન બાદ 14 દિવસનું સેલ્ફ આઇસોલેશન ચાલુ જ રહેશે. અગાઉ જોકે જે સાત દિવસ ફરજિયાત હોમ ક્વોરન્ટાઈનનો નિયમ હતો, તે હવે નહીં રહે. જોખમી કેટેગરીમાં રહેલા દેશોને જોખમી શ્રેણીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
નવા નિયમ મુજબ પ્રવાસીઓ પાસે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવા સિવાય વેક્સિનેશન સર્ટિફિકેટ અપલોડ કરવાનો વિકલ્પ રહેશે. જોખમ ધરાવતા અને અન્ય નિયુક્ત દેશો પર મૂકવામાં આવેલા નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. એટલે કે આ દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ કોવિડનો સેમ્પલ આપીને રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે નહીં. સરકારે હવે ભારતમાં આગમન પર 14 દિવસનું સેલ્ફ મોનિટરિંગ કરવાની ભલામણ કરી છે.
ભ્રામક જાહેરાતો પર લાગશે લગામ, સરકારે આ કંપની સામે કાર્યવાહીના આદેશ જારી કર્યા; જાણો વિગતે
ભારતમાં આગમનના આઠમા દિવસે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની અને તેને એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાની જરૂરિયાત પણ દૂર કરવામાં આવી છે.
ભારતમાં પ્રવાસીઓના આગમન પર તમામ દેશોના બે ટકા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવશે. આ સમય દરમિયાન પ્રવાસીઓ પોતાના સેમ્પલ એરપોર્ટ પર આવીને જઈ શકશે.
અહીં ઉલ્લેખનીય છે કે વિશ્વમાં હજી પણ અનેક દેશમાં કોરોનાનો પ્રકોપ ચાલુ જ છે, તેથી પ્રવાસને લઈને અનેક નિયમો બનાવવામા આવ્યા છે. ઘણા દેશોમાં હજી પણ સંપુર્ણ વેક્સિનેટેડ લોકોને જ પ્રવાસ કરવાની મંજૂરી છે. તો અનેક દેશમાં ફક્ત વેક્સિનેટેડ લોકોનો જ એન્ટ્રી આપવામાં આવી રહ્યું છે.