Breaking News
  • ટિકિટ વગર પ્રવાસ કર્યો તો આવી બનશે!
  • મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં,RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન
  • ‘તારક મહેતા ના આ અભિનેતા કરોડોની સંપત્તિના માલિક,જાણો નેટવર્થ
  • મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા હવે ED ના રડાર પરઃ
  • વિકી અને કેટરીના લગ્ન બાદ સાઈન કરવા જઈ રહ્યા છે ફિલ્મ

દેશ

PM મોદીએ એશિયાના સૌથી મોટા એરપોર્ટનો કર્યો શિલાન્યાસ, જણાવ્યો શું છે માસ્ટરપ્લાન; જાણો ખાસિયત  

Nov, 25 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021

ગુરુવાર.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારે ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક, આર્થિક અને પર્યટનના વિકાસ માટે માઈલ સ્ટોન સાબિત થનાર નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેવરનું, ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રંસગે પોતાના સંબોધનમાં સૌ પ્રથમ નોઈડા એરપોર્ટના આ ભૂમિપૂજન માટે યુપી દેશના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. ત્યાર બાદ તેમણે કહ્યું કે આજે, આ ભૂમિપૂજનની સાથે, જેવર પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આકર્ષણ તરફ આગળ વધ્યું છે. દિલ્હી એનસીઆર અને આખા દેશને તેનાથી ઘણો ફાયદો થશે. 21મી સદીનું ભારત એક પછી એક આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. સારા રસ્તા, એરપોર્ટ, રેલ્વે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. તેનાથી તમામ લોકોનું જીવન બદલી શકે છે. તમામ વર્ગોનું જીવન આનાથી પ્રભાવિત થાય છે અને તેનાથી ઘણો ફાયદો થાય છે. જ્યારે તેમની સાથે લાસ્ટ માઈલ કનેક્ટિવિટી હોય ત્યારે આ પ્રોજેક્ટ્સની શક્તિ વધે છે. નોઈડા એરપોર્ટ પણ કનેક્ટિવિટીના દૃષ્ટિકોણથી એક ઉત્તમ મોડલ હશે. તે રેલ્વેથી લઈને મેટ્રો સુધીના તમામ પ્રકારના મોડ સાથે જોડાયેલ હશે.

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા નીતિ આયોગે કરી આ ભલામણ. જાણો વિગત
 

જેવર એરપોર્ટ રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં ઔદ્યોગિક ગતિવિધિઓ અને સર્વિસ સેક્ટરનું મોટું કેન્દ્ર બનશે. પીએમઓ મુજબ એરપોર્ટ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, અલીગઢ, આગ્રા, ફરીદાબાદ અને ત્યાંની આસપાસના વિસ્તારમાં સ્થિત લોકોની સેવા કરશે. આ એરપોર્ટ બાદ ઉત્તર પ્રદેશ દેશનું એક માત્ર રાજ્ય બની જશે જેની પાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરિવહન કેન્દ્ર હશે.

આ એરપોર્ટનું નિર્માણ 4 તબક્કામાં કરવામાં આવશે. એરપોર્ટ નિર્માણમાં લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં એરપોર્ટ 2023-24માં શરૂ કરવામાં આવશે. તેની ક્ષમતા પ્રતિવર્ષ 1 કરોડ 20 લાખ મુસાફરોની હશે. બીજા તબક્કામાં 2031 સુધી એરપોર્ટના મુસાફરોની સંખ્યા 3 કરોડ કરવામાં આવશે. 2026માં તેની ક્ષમતા 5 કરોડ અને 2040 સુધીમાં 7 કરોડ મુસાફરોની વાર્ષિક ક્ષમતા કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોમેડિયન કપિલ શર્માથી નારાજ; ધ કપિલ શર્મા શોમાં બન્યું કંઇક આવું કે સ્મૃતિ ઈરાની ગુસ્સે થઇને નીકળી ગયાં
 

-જેવર હવાઈ મથકને યમુના ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ (YIAPL) દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે. 

- YIAPL ઉત્તર પ્રદેશ સરકાર અને ભારત સરકારની સાથે ઉંડી પાર્ટનરશીપમાં પીપીપી મોર્ડલ અંતર્ગત એરપોર્ટ વિકસિત કરી રહી છે.

- એરપોર્ટ 1300 હેક્ટરથી વધુની જમીન પર ફેલાયેલુ છે.

- જવેર હવાઈ મથક દિલ્હી એરપોર્ટથી 72 કિમી અને નોઈડાથી 40 કિમી દૂર સ્થિત છે.

-એરપોર્ટ એક ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન સેન્ટરની જેમ માનવામાં આવી રહ્યો છે. જેમાં હાજર યમુના એક્સપ્રેસ વે અને ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેની પાસે હોવાના કારણે મલ્ટીમોર્ડલ ટાંજિટ હબ હશે અને તેને હરિયાણાના ફરીદાબાદ જિલ્લા બલ્લભગઢમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસથી જોડવામાં આવશે.

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )