299
Join Our WhatsApp Community
કોરોના રસીકરણની રફતાર દેશમાં તેજીથી વધારવા માટે અમેરિકી કંપની ફાઈઝર અને મોડર્નાને લઈ સરકાર મોટી છૂટ આપવા રાજી થઈ ગઈ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર સરકાર એ વાત પર રાજી થઈ ગઈ છે કે, સાઈડ ઈફેક્ટ પર કંપનીને દંડ નહીં ભરવો પડે. આ ઉપરાંત સરકારે સ્થાનીય સ્તર પર પરીક્ષણની જરૂરતથી છૂટ પણ આપી દીધી છે.
સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, તે 2020ના મધ્યથી જ ફાઈઝર અને મોડર્ના રસી માટે વાતચીત કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કહેર મચાવનાર B.1.617 વેરિયેન્ટ સામે અમેરિકાની ફાઈઝર અને મોડર્ના વેક્સિન કારગર સાબિત થઈ છે.
ગુજરાત બાદ હવે આ બે રાજ્યોએ પણ 12મા ધોરણની બોર્ડ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી ; જાણો વિગતે
You Might Be Interested In