ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 જુન 2020
ઉત્તર કોરિયાએે પોતાની સરહદ અંદર આવેલ ઇન્ટર કોરિયન સંપર્ક કાર્યાલયની ઇમારતને ધ્વસ્ત કરી દેતાં કોરિયન દ્વીપમાં તંગદિલી વધી ગઇ છે.
ઉત્તર કોરિયાની સરહદમાં આવેલ આ ઇમારતમાં એક પણ દક્ષિણ કોરિયન ન હતું. આમ છતાં 2018માં ટ્રમ્પ સાથેની શાંતી મંત્રણા પછી ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી ઉશ્કેરણીજનક કાર્યવાહી છે. દક્ષિણ કોરિયન સરકાર દ્વારા મિલિટરી સર્વેલન્સ વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં કાએસોંગમાં ઇમારતને ધરાશયી થતી જોઇ શકાય છે.
બીજી બાજુ દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાને ચેતવણી આપી છે કે "જો તેના દ્વારા હવે કોઇ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવશે તો તેનો જડબાતોડ જવાબ અપાશે".
ઉત્તર કોરિયાની આ કાર્યવાહી પછી નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની ઇમરજન્સી બેઠક મળી જેમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ સરહદ અંદર આવેલ ઇન્ટર કોરિયન સંપર્ક કાર્યાલયની ઇમારતને ધ્વસ્ત કરી બંને દેશોના સંબધો સુધરવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ ગયા સપ્તાહમાં દક્ષિણ કોરિયા સાથેના તમામ સૈન્ય અને ટેલિકોમ્યુનિકેશન સંબધો કાપી નાખ્યા હતાં....
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com