ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ઘરની નજીક રહેલી રૅશનિંગની દુકાનોમાં હવેથી ફક્ત અનાજ જ નહીં મળે, પરંતુ પૅનકાર્ડ, પાસપૉર્ટ જેવા સરકારી દસ્તાવેજો પણ મેળવી શકાશે. કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં તમામ રૅશનિંગની દુકાનોને કૉમન સર્વિસ સેન્ટર બનાવવામાં આવવાની છે. તેથી હવેથી અત્યાર સુધી પૅનકાર્ડ તથા પાસપૉર્ટ બનાવવા માટે લાંબે સુધી ચક્કર કાપવાં પડતાં હતાં એમાં રાહત મળવાની છે. રૅશનિંગની દુકાનોમાં વીજળીના તથા પાણીનાં બિલ સુધ્ધાં ભરી શકાશે.
સામાન્ય નાગરિકોને તેમના ઘરની નજીક જ વધુમાં વધુ સુવિધા ઉપલબ્ધ કરી આપવાના હેતુથી સરકારે આ નિર્ણય લીધો છે. જે અંતગર્ત દેશની તમામ રૅશનિંગ દુકાનો હવે કૉમન સર્વિસ સેન્ટર બનાવવામાં આવશે. જેમાં અનેક સુવિધા નાગરિકોને પૂરી પાડવામાં આવશે.
રૅશનિંગ દુકાનો અન્ન મંત્રાલય હેઠળ આવે છે. આ મંત્રાલયે ઈ-ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ સાથે એક યોજના તૈયાર કરી છે. તેથી રૅશનિંગની દુકાનોની આવક વધારવામાં તો મદદ મળશે, પણ સાથે નાગરિકોને પણ અન્ય સુવિધા સરળતાથી ઉપલબ્ધ થશે. નાગરિકો રૅશનિંગની દુકાનોમાં જ પૅનકાર્ડ અને પાસપૉર્ટ માટે અરજી કરી શકશે.
સારા સમાચાર : ચાલુ વર્ષે NDAની પરીક્ષામાં બેસી શકશે મહિલાઓ, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો આ આદેશ
રૅશનિંગ દુકાનદાર પણ પોતાને કઈ સુવિધા પૂરી પાડવી છે એ બાબતે પસંદગી કરી શકશે.