ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર
દેશમાં ૧૫થી ૧૮ વર્ષની ઉંમર વચ્ચેના જે બાળકો છે તેમના માટે હવે વેક્સિનેશન શરૂ થશે. આગામી વર્ષે ૦૩ જાન્યુઆરીથી તેની શરૂઆત કરવામાં આવશે. વેક્સિન લગાવ્યા બાદ શાળા-કોલેજીસમાં જનારા તમામ વિદ્યાર્થીઓને કોરોના સામે સુરક્ષા મળશે. ૧૫થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોના વેક્સિનેશનના કારણે ૧૦મા-૧૨મા ધોરણના વિદ્યાર્થીઓ નિશ્ચિંત થઈને પરીક્ષા આપી શકશે. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવશે. આગામી વર્ષે ૧૦ જાન્યુઆરીથી તેની શરૂઆત કરવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે, હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સે દેશને સુરક્ષિત રાખ્યો છે. તેમનું સમર્પણ બેજાેડ છે અને તેઓ હજુ પણ કોવિડ પેશન્ટ્સની મદદ કરી રહ્યા છે. હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને ૧૦ જાન્યુઆરી, ૨૦૨૨થી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. આ સાથે જ પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાને અફવા અને બોગસ સમાચારો ન ફેલાવવા માટે પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે, ઓમિક્રોનથી બચવા માટે સતર્ક રહેવું પડશે. આપણે સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચલાવ્યું છે અને અમે તેને વધું સારૂં બનાવવા માટે કામ કરવા માગીએ છીએ. આપણે દેશને કોવિડ સામે મજબૂત બનાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ૧૫થી ૧૮ વર્ષ સુધીના બાળકો માટે વેક્સિન ડ્રાઈવની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઓમિક્રોનના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે તેવા સંજાેગોમાં આપણે સાવધાન રહેવાની જરૂર છે.