News Continuous Bureau | Mumbai
આજે દેશ 76મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે.આ અવસર વડાપ્રધાન મોદીએ સવારે 7.30 વાગ્યે લાલ કિલ્લા પરથી નવમીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કર્યુ. પોતાના ભાષણની શરૂઆતમાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છા પાઠવી હતી.
સાથે તેમણે ઐતિહાસિક ભાષણમાં દેશના આવનારા દિવસો માટે 'પાંચ પ્રણ'નો સંકલ્પ લીધો છે. લાલ કિલ્લા પરથી 9મી વખત રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે આજે આપણે દેશને આગળ વધારવા માટે પાંચ શપથ લેવાની જરૂર છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ભારતના વિકાસની 25 વર્ષની બ્લૂ પ્રિન્ટ દેશવાસીઓ સમક્ષ મૂકી અને કહ્યુ કે આ બ્લુ પ્રિન્ટ ત્યારે જ સફળ થશે જ્યારે આપણે આ પાંચ વ્રત લઈશું. પીએમ મોદીએ કહ્યુ, આવતા 25 વર્ષ સુધી આપણે આપણી શક્તિ, સંકલ્પો અને ક્ષમતાને 'પાંચ પ્રણ' પર કેન્દ્રિત કરવાની છે. આવો જાણીએ એ પાંચ પ્રણ કયા-કયા છે…
આ સમાચાર પણ વાંચો : લો બોલો- તારક મહેતાના દયાબેન માટે નવી અભિનેત્રીની નામની ફરી ઉડી અફવા- નિર્માતાએ આસિત મોદીએ કર્યો આ ખુલાસો
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી દેશને લેવડાવ્યા 5 સંકલ્પ. તે આ મુજબ છે…
1. વિકસિત ભારત- હવે દેશ એક મોટા સંકલ્પ સાથે ચાલશે અને તે મોટો સંકલ્પ એ વિકસિત ભારત છે.
2. ગુલામીના દરેક અંશથી મુક્તિ મેળવવાનો સંકલ્પ – જો મનની અંદર કોઈપણ ખૂણામાં ગુલામીનો એક પણ અંશ હશે તો આપણે તેમાંથી મુક્તિ મેળવવી પડશે.
3. વારસા પર ગર્વ- આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ. કારણ કે આ એ જ વારસો છે જેણે ભારતને સુવર્ણકાળ આપ્યો.
4. એકતા અને એકજૂટતા – આપણે 130 કરોડ ભારતીયોમાં એકતાની જરૂર છે. ના કોઈ પોતાનુ, ના કોઈ પારકુ, એક ભારત અને શ્રેષ્ઠ ભારત માટેનુ આ વચન છે.
5. નાગરિકોની ફરજ- નાગરિકોની ફરજમાંથી પીએમ અને મુખ્યમંત્રી પણ બહાર નથી
આ સમાચાર પણ વાંચો : સિયાચીન ગ્લેશિયર પર ફરકી ઉઠ્યો તિરંગો- ભારતીય સેનાના જવાનોએ ઉજવ્યો આઝાદી દિવસ- વિડીયો જોઈને દરેક ભારતીયની છાતી થઈ જશે પહોળી