વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે આ મુદ્દાઓ પર કરી વાત.. જાણો વિગતે.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM narendra Modi) તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસ(Europe visit) ના છેલ્લા તબક્કામાં ફ્રાન્સ (France)પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન(Emmanuel Macron) સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો વચ્ચે દ્વિપક્ષીય, ક્ષેત્રીય સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ફ્રાંસ પહોંચતા જ વડાપ્રધાન મોદીએ ટ્વિટ(Tweet) કરીને લખ્યું હતું કે હું પેરિસમાં(Paris) ઉતર્યો છું. ફ્રાન્સ ભારતના સૌથી મજબૂત ભાગીદારોમાંનું એક છે, જે આપણા દેશ સાથે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ કરે છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાતચીત બાદ વડાપ્રધાને કહ્યું હતું  કે ઇન્ટર ગર્વમેન્ટ  કન્સલ્ટેશન(Intergovernmental Consultation) ફળદાયી રહી છે. આ દરમિયાન ભારત અને જર્મની વચ્ચે 9 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમાં ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ(Green and Sustainable Development) પાર્ટનરશીપ(Partnership) પર સંયુક્ત ઘોષણા નો સમાવેશ થાય છે. આ અંતર્ગત જર્મનીએ(Germany) 2030 સુધીમાં ભારતને 10 બિલિયન યુરો ની નવી અને વધારાની વિકાસ સહાય પૂરી પાડવા સંમતિ આપી છે.

આ સમાચાર પણ વાંચો :  વડાપ્રધાન મોદીનો એક વિડિયો પાકિસ્તાનમાં થયો વાયરલ, જાણો મોદી શું કહી રહ્યા છે એ વીડિયોમાં.. જાણો વિગતે.

વિદેશ મંત્રાલયના(Foreign ministry) પ્રવક્તા અરિંદમ બાગચીએ(Arvind Bagchi) આ બેઠકને એક તક ગણાવી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને બહુમતી મળ્યા બાદ ભારત-ફ્રેન્ચ વ્યૂહાત્મક ભાગીદારી(Strategic partnership) ને વધુ વેગ મળશે.

અહીં ઉલ્લેખનીય છે કે  વડાપ્રધાન જર્મની અને ડેનમાર્ક ની મુલાકાત બાદ આજે અંતિમ મુકામ માં ફ્રાન્સ પહોંચ્યા હતા.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment