News Continuous Bureau | Mumbai
કેન્દ્ર સરકારે (Central govt) કોરોના વેક્સીનના(Covid19 vaccine) પ્રિકોશન ડોઝ(Precaution dose) માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે(Union home ministry) વિદેશ યાત્રા પર જતા લોકોને નિર્ધારિત નવ મહિનાના વેઇટિંગ સમય પહેલા ગંતવ્ય દેશના દિશા-નિર્દેશો અનુસાર પ્રિકોશન ડોઝ લેવાની મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી વિદેશ જવા ઇચ્છતા અનેક લોકોને ફાયદો થશે. વિદેશ જનારા યાત્રીકો(Travellers) માટે પ્રિકોશન ડોઝ સંબંધી નિયમોમાં છૂટછાડનો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય નિર્ણય વેક્સીનેશન(Vaccination) પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર સમૂહની ભલામણોનો આધાર પર લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર : રાજીવ કુમાર બન્યા નવા ચૂંટણી કમિશનર, આ તારીખથી સંભાળશે કાર્યભાર : સુશીલ ચંદ્રાનું લેશે સ્થાન..
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી(health minister) ડો. મનસુખ માંડવિયાએ(dr mansukh mandaviya) ટ્વીટ કર્યુ, 'વિદેશયાત્રા કરનાર ભારતીય નાગરિક અને વિદ્યાર્થી હવે પોતાના ગંતવ્ય દેશના દિશાનિર્દેશન અનુસાર પ્રિકોશન ડોઝ લઈ શકે છે. આ નવી સુવિધા જલદી કોવિન પોર્ટલ પર ઉપલબ્ધ થશે.'
વેક્સીનેશન પર બનેલા સલાહકાર સમૂહે પાછલા સપ્તાહે ભલામણ કરી હતી કે જે લોકોને વિદેશ યાત્રાએ જવાનું છે, તે નવ મહિનાના ફરજીયાત અંતર પહેલા ગંતવ્ય દેશના નિયમો અનુસાર રસીનો પ્રિકોશન ડોઝ લઈ શકે છે. વર્તમાન જાેગવાઈ પ્રમાણે ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકો જેણે બીજા ડોઝ લીધાના નવ મહિના થઈ ગયા છે, તે પ્રિકોશન ડોઝ લેવા માટે પાત્ર છે. ભારતમાં ૧૦ એપ્રિલે ખાનગી રસીકરણ કેન્દ્રો(vacination center) પર ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ હતી.