ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧
શુક્રવાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ફરી એક વખત કોવિશીલ્ડ પહેલા અને બીજા ડોઝ વચ્ચેના અંતરને લઈ ફેરફાર કર્યા છે. હવે વિદેશ જતા લોકોએ કોવિશીલ્ડના બીજા ડોઝ માટે ૮૪ દિવસ સુધી રાહ નહીં જોવી પડે. કોવિશીલ્ડનો બીજો ડોઝ ૨૮ દિવસ પછી પણ લઈ શકાશે. જોકેકોવેક્સિન માટે બે ડોઝ વચ્ચે અંતર 28 દિવસ જ છે, એમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન તેમની માટે છે, જેમણે કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લઈ લીધો છે અને તેમણે વિદેશયાત્રા પર જવાનું છે. આ વિદેશયાત્રા અભ્યાસ, રોજગાર અને ઑલિમ્પિક હેતુ હોઈ શકે છે. જોકેઆ પહેલાં પંજાબ વિદેશ જતા લોકોને કોવિશીલ્ડના પ્રથમ ડોઝ આપ્યાના 28 દિવસ બાદ બીજો ડોઝ આપશે. જિલ્લા તંત્રના અધિકારી દ્વારા 84 દિવસ નક્કી સમય પહેલાં બીજા ડોઝ લેવા માટે પરવાનગી મેળવવા પહેલાં તપાસ કરાશે.
ઉલ્લેખનીય છે કે કોવિશીલ્ડના બીજા ડોઝ માટે આ ત્રીજી વખત ફેરફાર કર્યા છે. જોકેઅગાઉ બંને વખત બીજો ડોઝ લેવાની મુદત વધારવામાં આવી હતી અને આ વખતે અમુક શરતો સહિત આ નિયમમાં અપવાદ આપવામાં આવ્યો છે.