ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જૂન ૨૦૨૧
બુધવાર
FMCG સેગમેન્ટમાં જાયન્ટ આઇટીસી લિમિટેડ નાણાકીય વર્ષ 2020-21ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 3,748.41 કરોડનો નફો સ્ટૅન્ડ અલોન કર્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીની ઑપરેટિંગ આવક રૂ .14,023.41 કરોડ રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કંપનીએ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2021ના આ ત્રણ મહિનામાં ફક્ત સિગારેટ વેચીને કંપનીએ 5,860 કરોડ રૂપિયાની કમાણી કરી છે
આરોગ્ય વિભાગ દ્વારા ધૂમ્રપાનને લીધે ફેફસાંના કૅન્સરની લાખ ચેતવણી આપવામાં આવતી હોવા છતાં લોકો સુધરવા તૈયાર નથી. નાણાકીય વર્ષ 2020-21માં ભારતમાં 20,333 કરોડ રૂપિયાથી વધુની સિગારેટ પીવામાં આવી હતી. આઇટીસી લિમિટેડ31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીએ ફક્ત સિગારેટ વેચીને એક વર્ષમાં 20 હજાર રૂપિયાથી વધુની આશ્ચર્યજનક કમાણી કરી છે.
કોરોનાએ કાળો કેર વર્તાવ્યો : આટલા હજાર બાળકો અનાથ થઈ ગયા… આંકડો સાંભળીને આંખો પહોળી થઈ જશે
ઉલ્લેખનીય છે કે આઇટીસી પાસે સિગારેટની એક કરતાં વધુ બ્રાન્ડ ઉપલબ્ધ છે. જેમાં પ્રચલિત ગોલ્ડ ફ્લેક, ક્લાસિક, નેવી કટ અને રૉયલ જેવી બ્રાન્ડનો પણ સમાવેશ થાય છે.