ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ગત વર્ષે જૂનમાં લુધિયાણા ફૅમિલી કોર્ટમાં છૂટાછેડાનો એક કેસ આવ્યો હતો. આ કેસમાં વર્ષ ૨૦૦૯માં લગ્ન થયાં એ વખતે છોકરો ૨૩ વર્ષનો હતો અને છોકરીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હતી. સગીર વયની ઉંમરે લગ્ન થયાં હતાં. આ વાતના આધારે યુવતીએ આટલાં વર્ષો બાદ છૂટાછેડા લેવા માટે કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી, જેને લુધિયાણા કોર્ટે ફગાવી દીધી હતી.
ચંડીગઢ, પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે આ કેસમાં નિર્ણય આપતી વખતે કહ્યું હતું કે વિવાહ સમયે છોકરીની ઉંમર ૧૭ વર્ષ ૬ મહિના અને ૮ દિવસની હતી અને તે યુવતીએ ૧૮ વર્ષ પહેલાં છૂટાછેડા માટે કોઈ યાચિકા દાખલ કરી ન હતી. એવામાં હિન્દુ વિવાહ અધિનિયમ ૧૯૫૫ની ધારા ૧૩-બી હેઠળ તલાક માટે યાચિકા દાખલ કરી શકાય છે. બંને પક્ષોના બયાન નોંધીને કોર્ટે આપસી સહમતીથી બંનેને છૂટાછેડા આપ્યા.
જેમ્સ બૉન્ડના રોલને અલવિદા કહેતાં ભાવુક થયા ડેનિયલ ક્રેગ; જુઓ વિડીયો
હાઈ કોર્ટ મુજબ જ્યારે છોકરીની ઉંમર લગ્ન વખતે ૧૫ વર્ષથી ઓછી હોય અને ૧૮ વર્ષ પહેલાં તેણે વિવાહ રદ કરવાની યાચિકા કરી હોય ત્યારે જ છૂટાછેડાની પરવાનગી મળે છે. આ કેસમાં છોકરીએ વયસ્ક થયા બાદ યાચિકા દાખલ કરી હતી. એથી હિન્દુ વિવાહ અધિનિયમ ૧૯૫૫ની ધારા ૧૩-બી હેઠળ આપસી સહમતીથી વિવાહ ખતમ કરવાની પરવાનગી મળી.