News Continuous Bureau | Mumbai
એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહેનાર સોનિયા ગાંધીએ ને ગુરુવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નમસ્કાર કરવા પડ્યા હતા. આ ફોટોગ્રાફ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાત એમ છે કે ગુરુવારે સંસદનું બજેટ સત્ર પૂરું થયું હતું. આ સત્ર પૂરું થઈ ગયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના નેતાઓ સાથે એક સંયુક્ત બેઠક કરી હતી.. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથસિંહ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા.
After Lok Sabha was adjourned sine die, I urged Hon'ble leaders of parties that collective efforts in raising level of discussions&dialogue further is necessary in order to enhance dignity of House. It's my sincere hope that all parties will actively co-operate in this endeavour. pic.twitter.com/zCtPDEmaLs
— Lok Sabha Speaker (@loksabhaspeaker) April 7, 2022
આ બેઠકમાં વિપક્ષ ની પ્રમુખ પાર્ટીઓના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તેમાં મુલાયમસિંહ યાદવ, ટી આર બાલૂ, ફારુક અબ્દુલ્લા, અધીર રંજન ચૌધરી તેમજ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે જ્યારે સોનિયા ગાંધી બેઠકમાં હાજર રહેવા માટે ઉપસ્થિત થયા ત્યારે તેમણે હાથ જોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નમસ્કાર કર્યા. વિપક્ષ સાથેની બેઠક સકારાત્મક ચર્ચા સાથે પૂરી થઈ હતી. જેની માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટરના માધ્યમથી આપી હતી.
મુંબઈમાં પ્રસિદ્ધ લેખિકા, કવયિત્રીનું નિધન થયું. ૩૫૦થી વધુ હિન્દી ફિલ્મો માટે ગીતો લખ્યાં હતાં. જાણો વિગતે
જોકે તેમણે પોતાના ટ્વિટર પર જે ફોટોગ્રાફ મૂક્યા છે તેમાં સોનિયા ગાંધીનો નમસ્કાર કરતો ફોટોગ્રાફ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.