News Continuous Bureau | Mumbai
દેશભરમાં અગ્નિપથ યોજના(Agnipath scheme)નો વિરોધ થઇ રહ્યો છે. ઘણા શહેરોમાં આગચંપી અને હિંસા(violance)ના સમાચારો આવી રહ્યા છે. સરકારની આ યોજના અગ્નિપથ 'ટૂર ઓફ ડ્યૂટી એન્ટ્રી સ્કીમ'(Tour of Duty Entry Scheme) છે. આ યોજના હેઠળ સૈનિકો(army)ને એક નિશ્ચિત સમય માટે કોન્ટ્રાક્ટના આધાર પર સેના (વાયુસેના, નવસેના, થલસેના) માં ભરતી મળશે અને ટ્રેનિંગ બાદ યુવાનોને અલગ-અલગ ફિલ્ડ(field)માં તૈનાત કરવામાં આવશે.
યુવાનોમાં રોષ એ વાતનો છે કે આ યોજનાથી તે ૪ વર્ષ બાદ બેરોજગાર(Jobless) થઇ જશે અને તેમને કોઇ પૂછશે નહી. પરંતુ સરકાર(Modi govt) તેના પક્ષમાં દુનિયાના તમામ દેશોના ઉદાહરણ રજૂ કરી રહી છે. એવામાં તે જાણી લેવું જરૂરી છે કે દુનિયા(world)ના કુલ કેટલા દેશોમાં 'ટૂર ઓફ ડ્યૂટી' સ્કીમ લાગૂ છે. ત્યાં તેની શું શરતો છે? કયા પ્રમુખ દેશોમાં યુવાનો માટે સૈન્ય સેવા અનિવાર્ય છે? સાથે જ કેટલા દેશ એવા છે, જ્યાં ૪ વર્ષ અથવા તેનાથી ઓછા માટે સેનામાં ભરતી કરવામાં આવે છે.
દુનિયામાં ૩૦ દેશથી વધુ દેશ એવા છે, જ્યાં કોઇને કોઇ પ્રકારે ટૂર ઓફ ડ્યૂટીને લાગૂ(Tour of Duty) કરવામાં આવી છે. તેમાં ૧૦ દેશ તો એવા છે, જ્યાં પુરૂષ અને મહિલા(Man and Women)ઓ બંનેને સેના(ARmy)માં ફરજિયાત રૂપથી સેવા આપવી પડે છે. તેમાં ચીન, ઇઝરાઇલ, સ્વીડન, યૂક્રેન, નોર્વે, ઉત્તર કોરિયા, મોરક્કો, કેપ વર્દે, ચાડ, ઇરિત્રિયા જેવા દેશ સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : મોસ્ટ વોન્ટેડ રીઢો ગુનેગારને પકડી પાડવામાં બોરીવલી એમ-એચ-બી-પોલીસ સફળ- જાણો વિગત
ઇઝરાઇલ(Israel)માં પુરૂષ અને મહિલા બંને માટે મિલિટ્રી સર્વિસ(Military service) ફરજિયાત છે. પુરૂષ ઇઝરાઇલી રક્ષા બળમાં પુરુષ ૩ વર્ષ અને મહિલા લગભગ ૨ વર્ષ સુધી સેવા આપે છે. કેટલાક સૈનિકોને અલગ-અલગ જવાબદારીઓ હેઠળ વધારાના મહિનાની સેવા પણ આપવી પડી શકે છે. આ દેશ-વિદેશમાં રહેતા ઇઝરાઇલના તમામ નાગરિકો પર લાગૂ થાય છે. ફક્ત મેડિકલ આધારે જ કોઇને સેના છોડવાની અનુમતિ મળી શકે છે.
ભારત(India)ના પડોશી દેશ ચીન(China)માં પણ લોકોને મિલિટરીમાં સેવા(Military service) આપવી ફરજિયાત છે. આ ટૂર ઓફ ડ્યૂટી ૧૮ થી ૨૨ વર્ષના યુવાનો માટે હોય છે. અને તેની સીમા બે વર્ષની હોય છે. મકાઉ(Macau and Hong Kong) અને હોંગકોંગને તેમાંથી છૂટ આપવામાં આવી છે.
રશિયા(Russia)માં નાગરિક ૧૮ થી ૨૭ વર્ષની ઉંમરમાં ગમે ત્યારે ટૂર ઓફ ડ્યુટી કરી શકે છે. તેમાં ઓછામાં ઓછા ૧૨ મહિનાની સેવા ફરજિયાત છે.
આ સમાચાર પણ વાંચો :સવાર સવારમાં મોટા સમાચાર - વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો- આ જગ્યાએ હાઇવે જામ છે જુઓ વિડિયો જાણો વિગત
બ્રિટન(Britain)
અહીં આર્મી, નેવી અને એરફોર્સ માટે અલગ-અલગ ટૂર ઓફ ડ્યૂટીની સીમા નક્કી કરવામાં આવી છે. આર્મીમાં ૧૮ વર્ષથી ઉપરના જવાનોને ચાર વર્ષ માટે ટૂર ઓફ ડ્યૂટી કરવી પડે છે. ૧૮ વર્ષથી પહેલાં ભરતી થનાર યુવાનોને ૨૨મા જન્મદિવસ સુધી ટૂર ઓફ ડ્યૂટી કરવી પડે છે. નેવીમાં ટ્રેનિંગ બાદ સાડા ત્રણ વર્ષ અને એરફોર્સમાં ટ્રેનિંગ બાદ ત્રણ વર્ષની સેવા આપવી પડે છે.
ઉત્તર કોરિયા(North Korea)
અહીં પુરૂષોને ત્રણ સેનાઓમાં ટૂર ઓફ ડ્યૂટી અંતગર્ત કામ કરવું પડે છે. તેના હેઠળ ૨૩ મહિના નેવી, ૨૪ મહિને વાયુ સેના અને ૨૧ મહિને થલ સેનામાં તૈનાતી કરવામાં આવે છે.
બ્રાજીલ(Brazil)
અહીં ૧૮ વર્ષથી વધુની ઉંમરના માટે મિલિટ્રી સેવા જરૂરી છે. આ ૧ વર્ષ માટે હોય છે. ૧૮ વર્ષની ઉંમર પુરી થતાં જ દરેક પુરૂષ નાગરિક પર લાગૂ થઇ જાય છે. ફક્ત સ્વાસ્થ્ય કારણોના આધારે લોકોને છૂટ મળી શકે છે. જાે તમે યૂનિવર્સિટીમાં ભણી રહ્યા હોય તો સેવા ટાળી શકાય છે. પરંતુ તેને રદ ન કરી શકાય.
બરમૂડા(Bermuda)માં પુરૂષોને સેનામાં ભરતી કરવા માટે સરકાર લોટરી નિકાળે છે. તેમાં ૧૮ થી ૩૨ વર્ષ સુધીના પુરૂષોની ભરતી કરવામાં આવે છે. આ લોટરીમાં જેનું નામ આવે છે. તેમને બરમૂડા રેજિમેંટમાં ફરજિયાતરૂપથી ૩૮ મહિના માટે સેવા આપવી પડે છે.
દક્ષિણ કોરિયા(Sourth Korea)માં તમામ સક્ષમ પુરૂષોને સેનામાં ૨૧ મહિના, નૌસેનામાં ૨૩ મહિના અને વાયુસેનામાં ૨૪ મહિના સર્વિસ આપવી પડે છે. પોલીસ ફોર્સ, કોસ્ટ ગર્ડ, ફાયર સર્વિસ સહિત ઘણા સરકારી વિભાગમાં પણ કામ કરવાનો ઓપ્શન રહે છે. દક્ષિણ કોરિયામાં સૌથી વધુ વર્ષ અનિવાર્ય સૈન્ય સેવા કરવાની હોય છે. પુરૂષોને લગભગ ૧૧ વર્ષ તો મહિલાઓ માટે ૭ વર્ષ સુધી સેવા આપવાનો નિયમ છે.
સીરિયા(Syria)માં તમામ પુરૂષો માટે સૈન્ય સેવા અનિવાર્ય છે. માર્ચ ૨૦૧૧ માં અનિવાર્ય મિલિટ્રી સર્વિસને ૨૧ મહિનાથી ઘટાડીને ૧૮ મહિના કરી દેવામાં આવી હતી. અહીં આ નિયમ એટલા કડક છે કે સૈન્ય સેવાઓને ટાળનાર લોકોની નોકરી સુધી જઇ શકે છે. સર્વિસ ન આપનાર લોકોને જેલની સજાની જોગવાઇ છે. મહિલાઓ માટે એવું નથી, આ વોલન્ટિયર સર્વિસ આપી શકે છે.
આ સમાચાર પણ વાંચો : બ્રહ્માસ્ત્ર માં રણબીર કપૂરના જૂતાના સીન અંગે ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જીએ કરી સ્પષ્ટતા-જાણો વિગત
સ્વિત્ઝરલેંડ(Switzerland)માં ફરજિયાત સૈન્ય સેવા લાગૂ છે. અહીં તમામ સ્વસ્થ પુરૂષોને વયસ્ક થતાં જ મિલિટ્રીમાં સામેલ થવાનું હોય છે. મહિલાઓ ઇચ્છે તો સામેલ થઇ શકે છે. નહીતર તેમના માટે આ જરૂરી નથી. આ સેવા લગભગ ૨૧ અઠવાડિયાની હોય છે. ત્યારબાદ જરૂરી ટ્રેનિંગ અનુસાર તેને વધારી શકાય છે. સામાન્ય રીતે તેમાં ૬ ટ્રેનિંગ પીરિયડ હોય છે. દરેક ટ્રેનિંગ ૧૯ દિવસની હોય છે.
સિંગાપુર(Singapore(માં સૈન્ય સેવા અનિવાર્ય છે. દરેક પુરૂષને ૧૮ વર્ષની ઉંમર થતાં જ સિંગાપુર આર્મ્ડ ફોર્સેસમાં સામેલ થવું પડે છે. આ ઉપરાંત તે સિંગાપુર સિવિલ ડિફેન્સ ફોર્સ અથવા સિંગાપુર પોલીસ ફોર્સમાં સામેલ થઇ શકે છે. આ નિયમ તોડનાર પર ૧૦ હજાર સિંગાપુરિયન ડોલર્સનો દંડ, ત્રણ વર્ષની સજા અથવા પછી બંને લાગુ થઇ શકે છે.
થાઇલેન્ડ(Thailand)માં અનિવાર્ય સૈન્ય સેવા ૧૯૦૫ થી લાગૂ છે. તમામ પુરૂષોને સેનામાં ભરતી થવું જરૂરી છે. પુરૂષો ૨૧ વર્ષની ઉંમરમાં પહોંચતાં જ સેનામાં ભરતી થવા લાગે છે.
તુર્કી(Turkey)માં પણ સેના ભરતી જરૂરી છે. તે તમામ પુરૂષ જેની ઉંમર ૨૦ થી ૪૧ વર્ષ વચ્ચે છે, તેમને તુર્કીની સેનામાં સામેલ થવું પડે છે. જેનું હાયર એજ્યુકેશન અથવા વોકેશનલ ટ્રેનિંગ ચાલે છે, તે થોડ દિવસ માટે પોતાને મિલિટ્રી ટ્રેનિંગ ટાળી શકે છે.
નોર્વે(norve)માં ૧૯ વર્ષથી લઇને ૪૪ વર્ષ માટે નાગરિકોને અનિવાર્ય રૂપથી સેનામાં ભરતી થઇને દેશની સેવા કરવાની હોય છે.
ઓસ્ટ્રિયા, અંગોલા, ડેનમાર્ક, મેક્સિકો, ઇરાન જેવા ૧૫ દેશોમાં સિવિલિયન અને મિલિટ્રી ટ્રેનિંગ અનિવાર્ય છે.
આ ઉપરાંત ૧૧ એવા દેશ છે, જ્યાં નાગરિકો પાસે મિલિટ્રી ટ્રેનિંગનો વિકલ્પ હોય છે. ચીન, કુવૈત, ફ્રાંસ, સિંગાપુર, માલી, કોલંબિયા, તાઇવાન, થાઇલેડ જેવા ૧૦ એવા દેશ છે જ્યાં મિલિટ્રીમાં સેવા આપવી અનિવાર્ય અને વોલેંટિયરી બંને છે.
આ સમાચાર પણ વાંચો :મુંબઈ માથે પાણીકાપનું સંકટ- સાતેય જળાશયોમાં માત્ર આટલા ટકા પાણીનો સ્ટોક- જાણો વિગત