ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
ભારતના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા મનમોહન સિંહે આજે (ગુરુવારે) ભાજપ પર નિશાન સાધ્યું છે. જેમા તેમણે કહ્યું તે લોકો અમારા સારા કામ યાદ કરી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે ભાજપે પીએમ મોદીની સુરક્ષાના મુદ્દે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની અને રાજ્યના લોકોનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં અમીર લોકો વધુ અમીર બની રહ્યા છે, જ્યારે ગરીબો વધુ ગરીબ થઈ રહ્યા છે.
પૂર્વ વડાપ્રધાને આગળ કહ્યું કે આ સરકારનો નકલી રાષ્ટ્રવાદ જેટલો ખોખલો છે તેટલો જ ખતરનાક છે. આમનો રાષ્ટ્રવાદ અંગ્રેજોની વહેંચો અને રાજકરોની નીતિ જેવો છે. બંધારણીય સંસ્થાઓ સતત નબળી પડી રહી છે. વિદેશ નીતિના મોરચે પણ આ સરકાર સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે. સાથે જ તેમણે કહ્યું કે કોરોના દરમિયાન કેન્દ્ર સરકારની નબળી નીતિઓને કારણે લોકો અર્થતંત્ર, બેરોજગારી અને વધતી મોંઘવારીથી પરેશાન છે. દેશમાં 7.5 વર્ષ સુધી સરકાર ચલાવ્યા પછી, પોતાની ભૂલ સ્વીકારવા અને તેને સુધારવાને બદલે, સરકાર પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પર દોષારોપણ કરી રહી છે.
યસ બેંકના સ્થાપક રાણા કપૂરને આ કેસમાં મળ્યા જામીન.. જાણો શું છે સમગ્ર મામલો
વધુમાં તેમણે કહ્યું કે, ભાજપની આગેવાનીવાળી સરકારમાં આર્થિક નીતિની કોઈને સમજ નથી. મામલો માત્ર દેશ પૂરતો સીમિત નથી. વિદેશ નીતિમાં પણ આ સરકાર નિષ્ફળ રહી છે. ચીન આપણી સરહદ પર બેઠું છે અને તેને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાજકારણીઓને ગળે મળવાથી કે આમંત્રણ વિના બિરયાની ખાવાથી સંબંધો સુધરતા નથી.