ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ લાંબા સમયથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે સબમરીન કેબલ પર કામ કરી રહી છે. હવે તેનું વિસ્તરણ કરીને કંપનીએ માલદીવ સુધી દરિયાની નીચે કેબલ નાખ્યો છે. કંપનીએ કહ્યું કે નેક્સ્ટ જનરેશન મલ્ટી-ટેરાબાઈટ ઈન્ડિયા-એશિયા-એક્સપ્રેસ અન્ડરસી કેબલ સિસ્ટમ માલદીવમાં હુલહુમલેને જોડશે. હાઈ-કેપેસિટી અને હાઈ-સ્પીડ IX સિસ્ટમ હુલહુમલેને ભારત અને સિંગાપોર સાથે સીધી રીતે જોડશે.
માલદીવના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેબલના લોન્ચિંગ પ્રસંગે બોલતા, માલદીવના આર્થિક વિકાસ મંત્રી ઉઝ ફૈયાઝ ઈસ્માઈલે જણાવ્યું હતું કે, “આપણું કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા અને સુરક્ષિત, સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ પ્રદાન કરવાની દિશામાં આ પહેલું પગલું છે. જે અમારા લોકો માટે વિશાળ તકો પૂરી પાડશે. અમારું લક્ષ્ય અમારી અર્થવ્યવસ્થામાં વૈવિધ્ય લાવવા અને દક્ષિણ એશિયામાં એક મુખ્ય સંચાર હબ તરીકે પોતાને સ્થાપિત કરવાનો છે.”
મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ. મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, એનસીપી નેતા નવાબ મલિકની કરી ધરપકડ
રિલાયન્સ જિયોના ચેરમેન મેથ્યુ ઓમેને માલદીવની સરકાર અને જિયો સાથે કામ કરવા બદલ ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “આજની વૈશ્વિક અર્થવ્યવસ્થા સુધારેલા બ્રોડબેન્ડ દ્વારા સંચાલિત છે, જે લોકો, વ્યવસાયો, સામગ્રી અને સેવાઓને જાેડે છે. IAX ન માત્ર માલદીવ્સ વિશ્વના કન્ટેન્ટ હબ સાથે જાેડશે પરંતુ તે માલદીવની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહેલી અનેક નવી પહેલોથી ઉદ્ભવતા ડેટાની ઉચ્ચ માગને પણ સમર્થન આપશે.”
IAX સિસ્ટમ પશ્ચિમમાં મુંબઈથી નીકળીને ભારતને સિંગાપોર તેમજ મલેશિયા અને થાઈલેન્ડ સાથે સીધું જાેડશે. ઈન્ડિયા-યુરોપ-એક્સપ્રેસ સિસ્ટમ મુંબઈને મિલાન, ઈટાલી અને મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્ર સાથે પણ જોડશે. IAX ૨૦૨૩ના અંતમાં સેવા માટે તૈયાર થવાની ધારણા છે, જ્યારે ૈંઈઠ ૨૦૨૪ના મધ્યમાં સેવા માટે તૈયાર થઈ જશે.
આ ઉચ્ચ-ક્ષમતા અને હાઇ-સ્પીડ સિસ્ટમ્સ ૧૬,૦૦૦ km/sથી વધારે, ૧૦૦Gb/s ની ઝડપે ૨૦૦્Tb/s થી વધુ ક્ષમતા પ્રદાન કરશે. IAX અને IAX મળીને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખૂબ જ મજબૂત બનાવશે, ટેલિકોમ સેક્ટરમાં આ દાયકાનો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ ફેરફાર હશે