News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ વડા (Congress President) સોનિયા ગાંધીએ(Sonia Gandhi) ઈડીને(ED) પત્ર લખીને એજન્સી સમક્ષ પોતાને હાજર થવા માટે અમુક અઠવાડિયાનો વધુ સમય માગ્યો છે.
તેમણે કહ્યું કે જ્યાં સુધી તેઓ કોવિડ(Covid19) અને ફેફસાના સંક્રમણમાં પૂર્ણ રીતે સાજા ન થાય ત્યાં સુધી તેમને રજૂ થવામાં રાહત આપવામાં આવે.
ઈડીએ નેશનલ હેરાલ્ડ(National Herald) સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ(Money laundering) મામલે સોનિયા ગાંધીને 23 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
પાર્ટીના મહાસચિવ(General Secretary) જયરામ રમેશે(Jairam Ramesh) ટ્વીટ(Tweet) કરીને આ જાણકારી આપી છે.
ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીને સોમવારે દિલ્હીના(Delhi) એક પ્રાઈવેટ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે જ્યાં તેમને કોરોના વાયરસ સંબંધી બીમારીના કારણે દાખલ કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : રાષ્ટ્રપતિ પદ માટે BJPના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત પાક્કી- જાણો આંકડાની રમત