ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જૂન 2021
શનિવાર
રેલવેની ઓનલાઈટ ટિકિટ બુકિંગમાં મોટા પ્રમાણમાં બુકિંગ એજેન્ટો દ્વારા કાળાબજારી થતી હોય છે. તેથી હવે રેલવેના દલાલો દ્વારા થતી ટિકિટની કાળાબજારી રોકવા માટે ભારતીય રેલવેએ નવી જાહેરાત કરી છે. તે મુજબ હવેથી ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે પાસપોર્ટ અને આધાર કાર્ડની વિગત ભરવી ફરજિયાત રહેશે.
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ હવેથી વેબસાઈટ પર ફકત યુઝર નેમ અને પાસવર્ડથી લોગિન નહી થાય . લોગિન કરતા સમયે પાસપોર્ટ અથવા આધાર કાર્ડની વિગત નાખવી ફરજિયાત રહેશે.
અહીં ઉલ્લેખનીય છે કે રેલવે ટિકિટ બુક કરવાના ટિકિટ દલાલો દ્રારા સોફ્ટવેરો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં ટિકિટ બુક કરી નાખવામાં આવતી હોય છે. તેથી સામાન્ય નાગરિકોને ટિકિટ મળવી મુશ્કેલ થતી હોય છે. આ સોફટવેરથી એક સમયમાં 15થી 20 ટિકિટ એક મિનિટમાં બુક થઈ જતી હોય છે. લોકો ગેરકાયદે રીતે ટિકિટ બુક કરીને પછી લોકોને મોંધા ભાવે વેચતા હોય છે.