ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩ જૂન ૨૦૨૧
ગુરુવાર
કર્ણાટકના ઇતિહાસમાં 1 જૂન, 1996 એક મહત્વપૂર્ણ દિવસ છે. એચ.ડી. દેવેગૌડાએ આ દિવસે ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. દેવેગૌડા રાતોરાત દેશના સર્વોચ્ચ પદ પર પહોંચી જશે એ ખરેખર અકલ્પનીય હતું. ગૌડા કર્ણાટકના મુખ્ય પ્રધાન બન્યાને હજુ 18 મહિના થયા હતા, જ્યારે કહેવાતા ત્રીજા મોરચાના નેતાઓએ તેમને દેશના સૌથી શક્તિશાળી પદ માટે પસંદ કર્યા હતા.
શપથગ્રહણ કર્યા બાદના પચીસ વર્ષ જોઈ શકનાર આ એકમાત્ર ભૂતપૂર્વ વડા પ્રધાન છે. એટલું જ નહીં, તેઓ એકમાત્ર ભૂતપૂર્વ વડા પ્રધાન છે જે હજી પણ રાજકારણમાં સક્રિય છે અને સક્રિય રહેવા ઇચ્છે છે. 88 વર્ષની ઉંમરે પણ તેઓ રાજકારણ સાથે જોડાયેલા છે. વડા પ્રધાનપદે ગૌડાનો કાર્યકાળ ખૂબ જ ટૂંકો માત્ર 11 મહિનાનો હતો. તે હંમેશાં કહેતા આવ્યા છે કે આ 11 અસ્થિર મહિનામાં તેમણે દેશની સમસ્યાઓ હલ કરવા માટે શક્ય એટલું કર્યું. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત પછી તેમણે છ મહિના લોહિયાળ ઘટનાઓ પર કેવી રીતે કાબૂ મેળવ્યો એ કહેતાં તેઓ કદી થાકતા નથી.
વેગન મિલ્કનું ઉત્પાદનનો આગ્રહ : અમૂલે PETA વિરુદ્ધ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, કરી આ માંગ
ઉલ્લેખનીય છે કે દેવેગૌડાની ટેવ, વ્યવહાર અને ખાવાની રીત લૂટિયન્સની દિલ્હીમાં મજાકનો વિષય બની હતી, પરંતુ ગૌડા આ બધાથી ઉપર ઊઠ્યા અને પદ પર રહ્યા હતા. 16 ચૂંટણી જોઈ ચૂકેલા ગૌડાએ એક મીડિયા હાઉસને કહ્યું છે કે 'હું રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો નથી. હું મારા મરણ સુધી લોકોની સેવા કરીશ.”
Join Our WhatsApp Community