ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
ભારતમાં કોરોનાની બીજી લહેરની વચ્ચે સરકારે ફરી એક વાર કોવિડના પ્રોટોકોલમાં ફેરફાર કર્યા છે. સરકારે કહ્યું છે કે કોરોના વાયરસ હવામાં ફેલાય છે. બુધવારે સરકારે જાહેર કરેલી માહિતીમાં વિશ્વ આરોગ્ય સંગઠનની નવી પ્રાપ્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સારવાર દરમિયાન દવાઓના ઉપયોગ કરવા અંગે પણ સરકારે સલાહ આપી છે.
કોવિડના નવા પ્રોટોકોલમાં સરકારે ડબ્લ્યુએચઓની માહિતીને સમાવી લીધી છે અને કહ્યું હતું કે સાર્સ-કોવ-૨ હવા દ્વારા ફેલાય છે. આ સિવાય નવા નિયમોમાં સરકારે સ્ટીરોઇડ્સ, રેમેડિસવિર અને તોસીલીઝુમેબ દવાઓને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાની વાત પણ કહી છે. આ રોગમાંથી સ્વસ્થ થયા પછી સરકારે દર્દીની મુશ્કેલીઓ ટાળવા માટે આ દવાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું છે.
ગુજરાતનાં 36 શહેરમાં રાત્રી કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર, જાણો રૂપાણી સરકારે શું કરી જાહેરાત
ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ દર્દીની સારવારમાં સ્ટીરોઇડ્સનો ઉપયોગ કાળા ફૂગનું મોટું કારણ હોઈ શકે છે. દેશમાં મ્યુકરમાયકોસીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ દુર્લભ ફંગલ ઇન્ફેક્શનને રાજસ્થાન, પંજાબ સહિત ઘણાં રાજ્યોમાં મહામારી જાહેર કરવામાં આવી છે.