News Continuous Bureau | Mumbai
વર્ષ 2022નું પ્રથમ વાવાઝોડું ‘અસાની’ દક્ષિણ પૂર્વ બંગાળના અખાતમાં રચાયું છે.
ભારતીય હવામાન વિભાગે કહ્યું કે બંગાળના અખાતના દક્ષિણ પૂર્વમાં બનેલ ઓછા દબાણનું ક્ષેત્ર ૨૦ માર્ચ સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ સુધી પહોંચવાની શક્યતા છે.
આ પછી તે ઉત્તર-ઉત્તરપૂર્વની તરફ આગળ વધશે અને ૨૨ માર્ચની સવારની આસપાસ બાંગ્લાદેશ ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠાએ પહોંચવાની સંભાવના છે.
આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું છે કે હવામાન પ્રણાલી સોમવારે ચક્રવાકી તોફાનમાં તબદિલ થવાની શક્યતા છે.
જો આ સિસ્ટમ ચક્રવાતમાં તબદિલ થાય છે તો તેનું નામ ‘અસાની’ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ નામ શ્રીલંકા દ્વારા સૂચવવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો :અરેરેરે!! ભારતીય રેલવેએ સિનિયર સિટિઝનો માટે આ સુવિધા બંધ કરી, હવે ચૂકવવું પડશે પૂરું ભાડું.. જાણો વિગતે