દેશ

ભારતીય વાયુસેનાની તાકાત માં થયો વધારો, ભારત-ચીન તણાવ વચ્ચે ફ્રાન્સથી આટલા રાફેલ વિમાન ભારત પહોંચ્યા ; જાણો વિગતે 

Jul, 22 2021


રાફેલ યુદ્ધ વિમાનોનો સાતમો જથ્થમાં વધુ ત્રણ વિમાન ફ્રાંસથી ઉડાન ભરીને 8,000 કિલોમીટરનું અંતર કાપીને ભારત પહોંચ્યા છે.

ફ્રાંસથી આવેલા આ વિમાનોને હવાઇ માર્ગમાં સંયુક્ત આરબ અમીરાતની વાયુસેનાએ ઇંધણ ઉપલબ્ધ કરાવ્યું.

આ વિમાનોને ભારતીય વાયુ સેનાની રાફેલ વિમાનોના બીજા સ્ક્વોડ્રનમાં તેને સામેલ કરવામાં આવશે.

આ ખેપ આવ્યા બાદ હવે ભારત પાસે 24 રાફેલ વિમાન થયા છે. 

રાફેલ જેટની નવી સ્કવોડ્રન પશ્ચિમ બંગાળના હાસીમારા એર બેઝ પર તહેનાત થશે. પહેલી રાફેલ સ્ક્વોડ્રન અંબાલા વાયુસેના સ્ટેશન પર સ્થિત છે.

ઉલ્લેખનીય છે કે ભારતે 36 રાફેલ લડાકુ વિમાન ખરીદવા માટે 2016માં ફ્રાન્સની સાથે સોદો કર્યો હતો. મહત્વનું છે કે પાંચ રાફેલ વિમાનોનો પ્રથમ જથ્થો 29 જુલાઈ 2020ના ભારત પહોંચ્યો હતો. 

સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે માના પટેલની ઈજામાંથી બહાર આવી, ટોક્યો ઓલિમ્પિકમાં પહોંચવાની તૈયારીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )