ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 1 નવેમ્બર, 2021.
સોમવાર.
‛આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (UIP) હેઠળ શુક્રવારે ન્યુમોકોકલ કોંજ્યુગેટ વેક્સિન (PCV)ને રાષ્ટ્રવ્યાપી લૉન્ચ કરતાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે “વૈશ્વિક સ્તરે અને ભારતમાં ન્યુમોનિયા 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. આ લૉન્ચથી બાળકોના મૃત્યુદરમાં લગભગ 60 ટકાનો ઘટાડો થશે.”
“ન્યુમોકોકસ દ્વારા થતા ન્યુમોનિયા એ બાળકોમાં ગંભીર ન્યુમોનિયાનું સૌથી સામાન્ય કારણ છે. ભારતમાં લગભગ 16 ટકા બાળકોનાં મૃત્યુ ન્યુમોનિયાને કારણે થાય છે." એમ પણ તેમણે કહ્યું હતું.
કોઈ પણ દેશના વિકાસ, ઉત્પાદકતા અને વિકાસમાં સ્વસ્થ બાળકોના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, “બાળકો આપણા દેશનું ભવિષ્ય છે અને તેમને સ્વસ્થ જીવન પ્રદાન કરવાની અમારી જવાબદારી છે. માનનીય વડા પ્રધાન દ્વારા મિશન ઇન્દ્રધનુષની શરૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભમાં આ મેં એક પ્રયાસ કર્યો છે."
ટીમ ઇન્ડિયાએ મેચ પહેલા ટ્રેનિંગ સેશન કર્યું રદ્દ, કારણ જાણી ચોંકી જશો; જાણો શું છે સમગ્ર મામલો
કેન્દ્રીય આરોગ્યપ્રધાને વધુમાં કહ્યું કે ‘‘કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ હેઠળ ‘બધા માટે રસી, મફત રસી'ના માનનીય વડા પ્રધાનના વિઝનને કારણે દેશભરમાં તમામ પાત્રતા ધરાવતા લોકો કોવિડ-19 રસી મેળવે એ સુનિશ્ચિત કર્યું છે. PCVના પ્રારંભથી બાળતોના મૃત્યુદરમાં ઘટાડો થયો છે, આને ઘટાડવા ઉપરાંત બાળકોના સારા સ્વાસ્થ્ય અને વિકાસની ખાતરી કરશે.”
કેન્દ્રીય પ્રધાને વ્યાપક જનજાગૃતિ બનાવવા માટે PCV પર સંચાર અને જાગૃતિ પૅકેજો પણ બહાર પાડ્યા. આ સંચાર પૅકેજો વધુ ઉપયોગ અને ઉપચારાત્મક પગલાં માટે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે શૅર કરવામાં આવશે.
રસી માટેના સંદેશાવ્યવહાર પૅકેજને બહાર પાડતાં માંડવિયાએ જણાવ્યું હતું કે, “રસી વિશે જાગૃતિ ફેલાવવી એ એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. રસીનો ઉદ્દેશ્ય આપણાં બાળકોના જીવનને બચાવવાનો છે અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે સમગ્ર દેશમાં સફળ જાગૃતિ અભિયાન ચલાવીશું. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (UIP) એ સૌથી મોટા જાહેર આરોગ્ય કાર્યક્રમોમાંનો એક છે, જે વાર્ષિક અંદાજે 26.7 મિલિયન નવજાત શિશુઓ અને 29 મિલિયન સ્ત્રીઓને લક્ષ્ય બનાવે છે.”