ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
રશિયા અને યુક્રેન વચ્ચે સતત 9 દિવસથી યુદ્ધ ચાલુ છે. રશિયન સૈન્ય અભિયાનથી યુક્રેનમાં ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હુમલા બાદ હાલાત દિન પ્રતિદિન બદતર થઈ રહ્યા છે. આ બધા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
અહીં ફસાયેલા છાત્રોને પરત લાવવા માટે કેન્દ્ર સરકારે ચાર મંત્રીઓને અલગ-અલગ દેશોમાં મોકલ્યા છે. આમાંથી એક મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા પહોંચી ગયા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા ગયા છે. કારણ કે યુક્રેનથી પાછા ફરેલા ભારતીય વિદ્યાર્થીઓ રોમાનિયા પહોંચ્યા છે અને અલગ અલગ જગ્યાએ તેમને ઉતારો અપાયો છે. દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોમાનિયાના એક શહેરના મેયર અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે તડાફડી થઈ હોવાનું દેખાય છે.
बिना एयरलाइंस व बिना जहाज़ के मंत्री श्रीमंत जब रोमानिया में फँसे बच्चों के बीच मोदी जी का गुणगान कर रहे थे , तभी रोमानिया के मेयर ने उनको वास्तविकता दिखा दी…
खाना हमने दिया , पनाह हमने दी , यहाँ किस बात की शेखी बघार रहे हो… pic.twitter.com/i3rf2v3PSJ
— Narendra Saluja (@NarendraSaluja) March 3, 2022
સોશિયલ મીડિયા પર ફરી રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, રોમાનિયાના એક કેમ્પમાં પહોંચેલા સિંધિયા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા કરાયેલી વ્યવસ્થા અંગે જાણકારી આપી રહ્યા હતા ત્યારે મેયરે તેમને ટોકયા હતા. સાથે સાથે તેમણે સિંધિયાને પૂછ્યું હતું કે, તમે અહીંથી ક્યારે જઈ રહ્યા છો… અમે વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી રહ્યા છે. એ પછી સિંધિયા કહે છે કે, મને બધી ખબર પડી રહી છે અને તેઓ મેયરથી અલગ થઈ જાય છે. એ પછી સિંધિયા વિદ્યાર્થીઓની પાસે જઈને કહે છે કે, અમારો પ્લાન છે કે, અમે દરેક કેમ્પમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને કાઢીને લઈ જઈશું અને આ માટે રોમાનિયા સરકારનો ધન્યવાદ.
યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાનીમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વીડિયો મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ ટ્વીટ કર્યો છે. સલુજાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, એરલાઈન્સ વિના અને જહાજ વિના મંત્રી રોમાનિયામાં ફસાયેલા બાળકો વચ્ચે મોદીજીના વખાણ કરી રહ્યા હતા. પછી રોમાનિયાના મેયરે તેમને વાસ્તવિકતા બતાવી. અમે ખોરાક આપ્યો, અમે આશ્રય આપ્યો. તમે અહીં શેની બડાઈ કરો છો?