ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
કોરોના મહામારીના કાળમાં દેશમાં હજી એક નવો વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા જાયન્ટ વોટ્સઍપે અમલમાં આવેલા સરકારના નવા ડિજિટલ નિયમોની વિરુદ્ધ દિલ્હી હાઈ કોર્ટમાં દાવો કર્યો છે અને કહ્યું છે કે આ નિયમોથી વપરાશકર્તાઓની પ્રાઇવસી તોડવાની ફરજ પડે છે. નિયમ અનુસાર કંપનીએ સંદેશાઓના મૂળને ‘ટ્રેસ’ કરવાની જરૂર રહેશે, જેથી વપરાશકર્તાઓની ગોપનીયાતાનું ઉલ્લંઘન થશે.
કંપનીની પ્રાઇવેસી પૉલિસી મુજબ વોટ્સઍપના મેસેજ એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્ટ હોય છે. તેને મોકલનાર અને મેળવનાર સિવાય કંપની સહિત બીજું કોઈ પણ વાંચી શકતું નથી. નવા નિયમ અનુસાર કંપનીએ ખોટું કામ કરનારાના મૅસેજનું મૂળ (સૌપ્રથમ મોકલનાર)ની માહિતી આપવાની રહેશે. કંપની અનુસાર આ માટે તેણે મૅસેજ મેળવનાર અને મોકલનાર એમ બંને માટે ઇન્ક્રિપ્શન બ્રેક કરવું પડશે.
મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : આ બે વસ્તુઓનો વેપાર કરનાર હવે lockdown માં પણ ધંધો કરી શકશે.
ઉલ્લેખનીય છે કે આ નવા નિયમો 25 ફેબ્રુઆરી 2021થી અમલમાં આવ્યા હતા અને તેની અમલબજવણી માટે કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જે પૂરો થઈ ગયો છે. નવી ગાઇડલાઇન મુજબ મીડિયા પ્લૅટફૉર્મ્સે ફરિયાદ અધિકારી, એક મુખ્ય અનુપાલન અધિકારી અને નોડલ કૉન્ટ્રૅક્ટ અધિકારીની નિમણૂક કરવાની હતી.