દેશ

યુદ્ધ જહાજ INS વિરાટના તોડવા પરનો પ્રતિબંધ હટી જશે? – જાણો વિગત

Apr, 6 2021


ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,

મુંબઈ, 6 એપ્રિલ 2021

મંગળવાર

સુપ્રીમ કોર્ટ INS વિરાટના કેસમાં જહાજના તોડકામ પર લાગેલો પ્રતિબંધ હટાવી શકે છે. હવે આ મામલે આગામી અઠવાડિયામાં સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જહાજ વિરાટ હવે ખાનગી સંપત્તિ છે અને તેને ૪૦% તોડી નાખવામાં આવ્યું છે માટે તેને ઐતિહાસિક યુદ્ધ જહાજનો દર્જો આપી શકાય નહિ. 

આ પૂર્વે સુપ્રીમ કોર્ટે ૧૦ ફેબ્રુઆરીને રોજ આ જહાજના તોડકામ પર રોક લગાવી હતી. અલંગના શ્રીરામ ગ્રુપે ૩૯.૫૪ કરોડમાં આ યુદ્ધ જહાજ ખરીદ્યું હતું. હાલ આ કંપનીને મોટું નુકસાન થઈ રહ્યું છે. કંપનીને વ્યાજ અને મજુરો સાથે કરાર કાર્ય હોવાથી બંને જગ્યાએ પેમેન્ટ કરવું પડે છે, જેથી તેને જંગી નુકસાનનો સામનો કરવો પડે છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના આગામી ચીફ જસ્ટિસની કરી નિમણુક - જાણો વિગત 

ઉલ્લેખનીય છે કે ૬૨ વર્ષ જૂના જહાજને ગોવાની એક કંપની મ્યુઝિયમમાં બદલવા માંગે છે. જેથી આ આખો વિવાદ સર્જાયો છે. સુમ્રીમ કોર્ટે આ કંપનીને કહ્યું હતું કે તેમની ભાવના કોર્ટ સમજે છે, પરંતુ જહાજ ૪૦% તૂટી ગયું હોવાથી હવે તેને મ્યુઝિયમમાં ફેરવવું શક્ય નથી. 

 

Leave Comments