દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આગળ, સત્તાધારી ભાજપ ને હવે વિપક્ષમાં બેસવું પડશે.

ગુજરાતની ચૂંટણીના પરિણામો પહેલા દિલ્હીથી ભારતીય જનતા પાર્ટી માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. અહીં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીને વિપક્ષમાં બેસવું પડી શકે તેમ છે. દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝપાટાભેર આગળ વધી રહી છે.

by Dr. Mayur Parikh
AAP gets lead in MCD Elections

News Continuous Bureau | Mumbai

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી ( MCD Elections ) ને રાષ્ટ્રીયસ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે અહીં આમ આદમી પાર્ટી ( AAP ) અને ભાજપ વચ્ચે સીધી લડાઇ છે. ભારતીય જનતા પાર્ટી દિલ્હી મહાનગરપાલિકાની સત્તા ભોગવી રહી હતી. જોકે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું જાડું ફરી વળ્યું છે.

આ સમાચાર પણ વાંચો:   પરેશ રાવલ સામે FIR, બંગાળી વિરોધી ગુજરાતમાં ભાષણ દરમિયાન કરી હતી ટિપ્પણી, ભારે પડી

કુલ 250 વોર્ડમાં ચૂંટણી ના પરિણામો સામે આવી રહ્યા છે. અહીં આમ આદમી પાર્ટી ૧૩૦થી વધારે સીટો પર આગળ છે જ્યારે કે ભારતીય જનતા પાર્ટી 105 જેટલી સીટ પર આગળ ચાલી રહી છે. અહી કોંગ્રેસ પાર્ટી ના સુપડા સાફ થઈ ગયા છે. બે ટર્મ પહેલા સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટી માંડ 10 સીટ પર આગળ ચાલી રહી છે.

સમાચાર લખાયા સુધી કુલ ૧૦૭ વોર્ડના પરિણામ આવી ચૂક્યા છે.

જેમાંથી આમ આદમી પાર્ટીને 56 સીટો મળી છે જ્યારે કે ભારતીય જનતા પાર્ટીને 46 સીટ અને કોંગ્રેસ પાર્ટીને એક તેમજ અન્ય ને એક સીટ મળી છે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment