News Continuous Bureau | Mumbai
અબુ ધાબી ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) એ જણાવ્યું છે કે તે અદાણી એન્ટરપ્રાઈઝની ફોલો-ઓન ઓફર (Adani Enterprises FPO) માં $400 મિલિયનનું રોકાણ કરવા જઈ રહી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOના કુલ કદના 16 ટકા હિસ્સો અબુ ધાબી ઇન્ટરનેશનલ હોલ્ડિંગ દ્વારા સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે.
શું હશે અદાણી સાથેની ડીલ
અદાણી કંપનીના એફ.પી.ઓ માં 20 હજાર કરોડ સંદર્ભે બજારમાં ચર્ચાએ જોર પકડ્યું હતું કે આ રોકાણ આવશે ક્યાંથી. ત્યારે બીજી તરફ અદાણીને સૌથી મોટી રાહત મળી છે. અદાણી કંપનીમાં અબુ ધાબી કંપનીએ 16 ટકા રોકાણ કરવાની જાહેરાત કરી છે. અને 16 ટકા જેટલો હિસ્સો આ કંપની ખરીદી લેશે. આની સાથેજ કંપનીના 20 હજાર કરોડ રુપીયાનું ભરણું ભરાઈ જાય તેવી પૂરેપુરી શક્યતા પેદા થઈ છે.
અદાણી કંપનીમાં રોકાણ કરનાર અબુધાબીની કંપનીએ શું કહ્યું.
આ સંદર્ભે મિડીયામાં છપાયેલા અહેવાલ અનુસાર અબુધાબીની કંપનીના સીઈઓ સૈયદ બસર શુએબે જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપમાં અમારો રસ અદાણી એન્ટરપ્રાઈઝીસના ફંડામેન્ટલ્સમાંના અમારા ભરોસા અને વિશ્વાસ દ્વારા પ્રેરિત છે. તેમણે જણાવ્યું હતું કે અમે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં વૃદ્ધિની મજબૂત સંભાવનાઓ જોઈ રહ્યા છીએ અને અમારા શેરધારકો માટે વધારાનું મૂલ્ય ઉમેરવા માટે કામ કરીશું. તેમણે કહ્યું કે, અદાણી એન્ટરપ્રાઇઝિસના એફપીઓની વિશેષતા કંપનીના અર્નિંગ રિપોર્ટ, કંપનીનું મેનેજમેન્ટ, બિઝનેસ પ્રેક્ટિસ અને કંપનીના ડેટાને જોઈને રોકાણનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : આજથી સંસદનું બજેટ સત્ર શરૂ, રજૂ થશે આર્થિક સર્વે 2023, વિપક્ષ આ મુદ્દા પર સરકારને ઘેરવાની કોશિશ કરશે
અદાણીના એફ. પી. ઓ નું ભવિષ્ય શું છે.
આ સાથેજ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે અદાણીનો એફ.પી.ઓ પુરી રીતે છલકાઈ જશે. આમ થવાની શક્યતા પૂરેપૂરી છે. જોકે આખરી ચિત્ર સ્પષ્ટ થતા થોડા દિવસ લાગશે.
આમ એફ.પી.ઓ પતી ગયા પછી આખરી અટ્ટહાસ્ય અદાણીનું હશે.
Join Our WhatsApp Community