News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે નિષ્ણાત કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો છે.
અદાણી-હિંડનબર્ગ રિપોર્ટમાં આરોપોની તપાસની માંગ પર, સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપતાં આ મામલામાં નિષ્ણાત સમિતિની રચના કરી છે.
કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીની અધ્યક્ષતા નિવૃત્ત જસ્ટિસ એએમ સપ્રે કરશે. સમિતિના અન્ય સભ્યોમાં ઓપી ભટ્ટ, જસ્ટિસ જેપી દેવધર, કેવી કામથ, નંદન નિલેકણી, સોમશેખર સુંદરેસનનો સમાવેશ થાય છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે SEBI આ મામલામાં તપાસ ચાલુ રાખશે અને 2 મહિનામાં તેનો રિપોર્ટ સોંપશે.
આ સમાચાર પણ વાંચો : હોટલની ભૂલથી અમેરિકામાં ફસાયા 42 બ્રિટિશ વિદ્યાર્થીઓ, શું છે આખો મામલો?
ઉલ્લેખનીય છે કે ગત 24મી જાન્યુઆરીના રોજ અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે તેના અહેવાલમાં અદાણી જૂથની કંપનીઓમાં સ્ટોક મેનિપ્યુલેશન અને એકાઉન્ટિંગ અનિયમિતતાનો આક્ષેપ કર્યો હતો.