ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) કેન્દ્ર સરકાર પાસેથી રસીની નિકાસ કરવા માટે લીલી ઝંડીની રાહ જોઈ રહી છે.
SII ના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટની પાસે બિલિયન ડોલર કિંમતની રસીના ડોઝના ઓર્ડરના જૂના બેકલોગ છે. આને હજૂ સુધી નિકાસ કરવામાં આવી નથી.
અમે રસીની નિકાસ માટે કેન્દ્ર સરકારના નિર્દેશની રાહ જોઈ રહ્યા છીએ . અમે ભારતમાં કોરોના રસી ફેસિલિટી માટે 3થી 4 હજાર કરોડ રોકાણ કર્યા છે.
સાથે જ આ વર્ષના અંત સુધી કંપની ભારતમાં પોતાની રસી કોવોવેક્સના ઈમરજન્સી ઉપયોગ માટે આવેદન કરી શકે છે.
યુરોપીય યૂનિયનના રસીકરણ સર્ટિફિકેટમાં કોવિશીલ્ડને સામેલ કરવા પર તેમણે કહ્યું કે ભારત સરકારને અનેક યુરોપીય દેશોમાં અપ્રૂવલ મળી ગયું છે.
શશી થરુરે બ્રિટનને ઝટકો આપ્યો. આ કાર્યક્રમમાં નહી જાય કારણ કે બ્રિટને ભારતનું નાક કાપ્યું છે.