News Continuous Bureau | Mumbai
વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દેશના ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ તેમની પાર્ટીની લોકસભા ચૂંટણીની રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની સાથે અમિત શાહની નજર 2036માં 13 વર્ષ બાદ યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ પર પણ છે.
અહેવાલ મુજબ ઓલિમ્પિક ગેમ્સ 2036ની યજમાની માટે ગુજરાત સરકારે બોલી લગાવવાની તૈયારી કરી લીધી છે. ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટેની સમગ્ર કવાયતની દેખરેખ ગૃહમંત્રી અમિત શાહ પોતે કરી રહ્યા છે.
ઓલિમ્પિક ગેમ્સ 2036ની યજમાની પર કામ કરી રહેલી ટીમ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારી આ અંગે ઘણા આશાવાદી છે. તેમણે જણાવ્યું કે “આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ઇચ્છે છે કે ઓલિમ્પિક્સ ભારતીય ઉપખંડમાં યોજાય અને ભારત સિવાય, વિશ્વના આ ભાગમાં એવો કોઈ દેશ નથી જે આ સ્કેલની ઇવેન્ટને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતો હોય.”
ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેશે અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આયોજિત થનારી ત્રણ દિવસીય ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેશે. 10 ફેબ્રુઆરીથી શરૂ થનારી સમિટમાં 20થી વધુ કેન્દ્રીય મંત્રીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે.
આ સમાચાર પણ વાંચો : બ્રિટનના 900 વર્ષ જૂના વેસ્ટમિંસ્ટર હોલમાં ઝેલેન્સકીએ આપ્યું ભાષણ, સાંભળતી રહી દુનિયા
સૂચિત કાર્યક્રમ મુજબ, ગૃહ મંત્રી અમિત શાહ ઈન્વેસ્ટર્સ સમિટના બીજા દિવસે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સાથે સત્રની અધ્યક્ષતા કરશે. જે હોલ અને હેંગરોમાં આ સત્રો યોજાશે તે મહાન ભારતીય ઋષિઓ જેમ કે વાલ્મીકિ, વ્યાસ, દધીચિ, ભારદ્વાજ અને વશિષ્ઠના નામ પરથી રાખવામાં આવ્યા છે.
સમયપત્રક મુજબ ઈન્વેસ્ટર્સ સમિટનો ઉદઘાટન સમારોહ વાલ્મિકી હોલ ખાતે સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. આ સત્ર પછી યોજાનાર સત્રની અધ્યક્ષતા ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ કરશે. યુપીના ઈલેક્ટ્રોનિક્સ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય વ્યાસ હેંગર ખાતે આયોજિત સત્રની સહ અધ્યક્ષતા કરશે.
Join Our WhatsApp Community