News Continuous Bureau | Mumbai
ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મંડલા પહાડી વિસ્તાર પાસે ક્રેશ થયું છે. પાયલોટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે દુર્ગમ અને ગાઢ જંગલોથી છવાયેલો વિસ્તાર છે. સેનાના સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. તે સેંગેથી મિસામારી તરફ ઉડી રહ્યું હતું. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં પાઈલટ અને કો-પાઈલટ હતા.
ગુવાહાટીના જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે પુષ્ટિ કરી કે ઓપરેશનલ સૉર્ટીમાં ચિતા હેલિકોપ્ટરનો આજે સવારે 9.15 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો
ઉલ્લેખનીય છે કે અરુણાચલમાં હેલિકોપ્ટર ક્રેશની આ નવી ઘટના નથી. આ પહેલા ઓક્ટોબર 2022ના રોજ તવાંગમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પાયલટ સૌરભ યાદવને ઈજા થઈ હતી પાછળથી સારવારમાં તેમનું અવસાન થયું હતું.