Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય બનાવટની એશિયાની પ્રથમ ‘ઉડતી કાર’ લોન્ચ માટે સજ્જ; આ તારીખે થશે લોન્ચ; જાણો ફ્લાઈંગ કારની વિશેષતાઓ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ભારતે હાઇબ્રીડ ફ્લાઈંગ કારના કાર્યક્ષેત્રમાં મોટી કામગીરી કરી છે.  હાઇબ્રીડ ફ્લાઈંગ કારનું મોડલ લોન્ચ માટે તૈયાર છે. સોમવારે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે ભારતીય બનાવટની આ એશિયાની પ્રથમ ફ્લાઈંગ કાર છે. 
ચેન્નઇની કંપની વિનતા એરો મોબિલિટીએ આ કાર તૈયાર કરી છે. જેને લંડનના હેલીટેક એક્ઝિબિશનમાં 5મી ઓકટોબરે લોન્ચ કરવામાં આવશે.

કાર વિશે  કેન્દ્રીય નાગરી ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટર પર માહિતી આપી હતી. તેમણે કાર બનાવનારી ટીમને અભિનંદન આપતા કહ્યું હતું કે  પ્રવાસ, મેડિકલ ઈમજન્સી તેમજ કાર્ગો સેવા માટે કારનો ઉપયોગ થશે.

'કૂલી’ ફિલ્મનો આ બાળકલાકાર અત્યારે છે ૩૦૦ કરોડની સંપત્તિનો માલિક; જાણો કોણ છે તે અભિનેતા     

ફ્લાઈંગ કારની વિશેષતાઓ:- 
 આ કંપની પાયલટને કાર ચલાવવાની તાલીમ આપશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાર ચાલશે. બહારથી સ્ટાઇલિશ દેખાતી કારની અંદર અદ્યતન સુવિધાઓ અને એડવાન્સ ફીચર પણ છે.
કારનું વજન ૧૧૦૦ કિલો છે અને તે ૧૩૦૦ કિલો જેટલું વજન લઈને ઊડી શકે છે.
વિમાનની જેમ જ આ કારમાં ઇજેક્શન પેરાશુટ  રાખવામાં આવ્યું છે.  આ હાઈબ્રિડ કાર ઈંધણ અને બેટરી બંને દ્વારા ચાલશે. 
 કલાકે ૧૨૦ કિલોમીટરની ઝડપે ઊડી શકશે તેવો કંપનીએ દાવો કર્યો છે. આકાર 3 હજાર ફૂટ ઊંચાઈ સુધી ઊડવાની ક્ષમતા ધરાવતી કારમાં બે પ્રવાસીઓ જ પ્રવાસ કરી શકશે.

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version