Site icon News Continuous Bureau | Mumbai

Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા 23 મહિના બાદ સીતાપુર જેલમાંથી બહાર આવ્યા, સમર્થકોએ સ્વાગત માટે તૈયારીઓ કરી.

Azam Khan આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો

Azam Khan આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો

News Continuous Bureau | Mumbai
Azam Khan સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મંત્રી આઝમ ખાન 23 મહિના બાદ જેલમાંથી મુક્ત થયા છે. સફેદ કુર્તા-પાયજામા, કાળી જેકેટ અને કાળા ચશ્મા પહેરીને આઝમ ખાન સીતાપુર જેલમાંથી બહાર આવ્યા અને કારમાં બેસીને પુત્રો સાથે રામપુર જવા રવાના થઈ ગયા. આ દરમિયાન, મીડિયાએ તેમની સાથે વાત કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આઝમ ખાને કોઈની સાથે વાત કરી નહી અને કારનો કાચ પણ નીચે ઉતાર્યો નહીં.

સમાજવાદી પાર્ટીએ ન્યાયનું સ્વાગત કર્યું

આઝમ ખાનની જેલમાંથી મુક્તિ પર ખુશી વ્યક્ત કરતા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે આજે તેમની સાથે ન્યાય થયો છે. તેમણે આઝમ ખાનને સમાજવાદી પાર્ટી પરિવારના વરિષ્ઠ સભ્ય ગણાવ્યા અને કહ્યું કે સપાની સરકાર બનતા જ તેમના પર લગાવેલા તમામ ખોટા કેસ ખતમ કરી દેવામાં આવશે. આઝમ ખાનની મુક્તિ પહેલા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલ સિંહ યાદવનું પણ નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે સરકારે તેમને ખોટી સજાઓ આપી હતી, પરંતુ અદાલતે તેમને કેસોમાં રાહત આપી છે, જેનું અમે સ્વાગત કરીએ છીએ.

Join Our WhatsApp Channel

સમર્થકો નો જમાવડો

આઝમ ખાનની મુક્તિના સમયે તેમને લેવા માટે મંગળવારે સવારે સીતાપુર જેલ પર સેંકડો સમર્થકો સાથે સપાના સાંસદ રુચિ વીરા પણ પહોંચ્યા હતા. સવારથી જ સીતાપુર જેલ પર મીડિયા પણ એકઠું થયું હતું. આઝમ ખાનની મુક્તિ મંગળવારે સવારે સાત વાગ્યે થવાની સંભાવના હતી, પરંતુ ચલણ જમા ન થવાને કારણે તેમાં થોડો વિલંબ થયો. આઝમ ખાન લગભગ 12 વાગ્યે જેલમાંથી મુક્ત થયા.

આ સમાચાર પણ વાંચો : H-1B Visa: વિઝા વિવાદ વચ્ચે ભારતીય મૂળના 2 પ્રોફેશનલ્સને પ્રમોશન! આ અમેરિકન કંપનીઓએ બનાવ્યા સીઇઓ

રામપુર પહોંચતા સ્વાગતની તૈયારી

જેલમાંથી બહાર નીકળતી વખતે આઝમ ખાન સફેદ કુર્તા-પાયજામા અને કાળા ચશ્મામાં હતા. તેમણે પોતાના પુત્રો (અબ્દુલ્લા આઝમ અને અદીબ આઝમ) સાથે રામપુર માટે પ્રયાણ કર્યું. રસ્તામાં આઝમ ખાન સાથે વાત થવાની આશામાં ઘણા મીડિયાકર્મીઓની ગાડીઓ પણ તેમના કાફલાની પાછળ ચાલી રહી હતી. રામપુરના રસ્તા પર અને રામપુરમાં પણ ઠેર ઠેર સમર્થકોએ આઝમ ખાનના સ્વાગતની તૈયારી કરી છે.

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
  SP Congress Seat Sharing Meeting – માત્ર ૧૫ મિનિટમાં પૂરી થઈ સપા-કોંગ્રેસની બેઠક, સીટ શેરિંગ  પર આવતીકાલે નક્કી થશે નવો ફોર્મ્યુલા
 Godhra Train Burning Convict Sentence Suspended – સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેનકાંડના દોષિતની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી, આપ્યુ આ કારણ; સરકારે કહ્યું- ‘વાંધો નથી’ 
 Indian Stock Market Crash – શેરબજારમાં ભૂકંપ… એક જ ઝટકામાં ₹૫ લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ   ડે-હાઈથી ૧,૮૦૦ પોઈન્ટ ક્રેશ
Exit mobile version