News Continuous Bureau | Mumbai
ભારતીય જનતા પાર્ટીને (BJP) નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 614.53 કરોડ રૂપિયા રાજકીય દાન ( political donation) તરીકે મળ્યા છે. જે વિપક્ષ કોંગ્રેસ (Congress )પાર્ટી દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમ કરતાં છ ગણી વધારે છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર, કોંગ્રેસને 2021-22 દરમિયાન 95.46 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન 43 લાખ રૂપિયા દાન તરીકે મળ્યા હતા, જ્યારે CPI(M)ને 10.05 કરોડ રૂપિયા મળ્યા હતા.
મમતા બેનર્જીની પાર્ટીને માત્ર 43 લાખ રૂપિયા દાનમાં મળ્યા
પશ્ચિમ બંગાળ અંગે ચૂંટણી પંચના આંકડા આશ્ચર્યજનક છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ લાંબા સમયથી સત્તામાં છે. આવી પાર્ટીને માત્ર 43 લાખ રૂપિયાનું દાન મળ્યું છે. છેલ્લા વર્ષમાં તમામ પક્ષોના દાનમાં વધારો થયો છે, ત્યારે મમતા બેનર્જીની પાર્ટીને માત્ર 43 લાખ રૂપિયાનું દાન મળતા આશ્ચર્ય થયું છે. જણાવી દઈએ કે ગયા વર્ષે ભાજપને મળેલા દાનની સરખામણીમાં 28 ટકાનો વધારો થયો છે. કોંગ્રેસનું દાન પણ લગભગ આટલું જ વધી ગયું છે.
આ સમાચાર પણ વાંચો: Dharavi Redevelopment : અદાણી ગ્રુપ ધારાવીને રિડેવલપ કરશે; પાંચ હજાર કરોડની બોલી જીતી
ભાજપ અને કોંગ્રેસના ડોનેશનમાં લગભગ સમાન વધારો થયો છે
ભાજપને 2020-21માં 477.7 કરોડ રૂપિયા દાન તરીકે મળ્યા હતા, જે આ વર્ષે વધીને 614.5 કરોડ રૂપિયા થઈ ગયા છે. ભાજપના ડોનેશનમાં આ વધારો લગભગ 28.7 ટકા છે. બરાબર આ ટકાનો જ વધારો કોંગ્રેસ પાર્ટીની આવકમાં પણ છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના દાનમાં 120% વધારો!
ચૂંટણી પંચના આંકડા અનુસાર, દાન મેળવવાની બાબતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ત્રીજા સ્થાને છે. એનસીપીને વર્ષ 2021-2022 દરમિયાન 57.9 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે ગયા વર્ષે તેને માત્ર 26.2 કરોડ મળ્યા હતા. ગયા વર્ષની સરખામણીમાં NCP ની ડોનેશનની આવકમાં 120 ટકાનો વધારો થયો છે.
સીપીઆઈ-એમને દાન તરીકે 10 કરોડ મળ્યા છે, પરંતુ તે ગયા વર્ષ કરતાં 21.7 ટકા ઓછું છે. ગયા વર્ષે પાર્ટીને 12.8 કરોડ મળ્યા હતા