ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
બૂસ્ટર ડોઝને લઈને સરકાર દ્વારા ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જેમા જે લોકોના શરીરમાં એન્ટીબોડી નથી બનતી તે લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે હજું પણ 20 ટકા લોકોના શરીરમાં વેક્સિન લીધા બાદ પણ એન્ટીબોડી તૈયાર નથી થઈ.
ભુવનેશ્વરમાં આવેલ એક રિસર્ચ યૂનિટ દ્વારા 23 ટકા ફેકલ્ટીને વેક્સિનની બે ડોઝ આપવામાં આવી હતી. તેમ છતા તેમનામાં એન્ટીબોડી લેવલ નેગેટિવ હતી.
આ કારણે ભુવનેશ્વર સ્થિત ઈન્સ્ટિટ્યૂટન ઓફ લાઈફ સાયન્સ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે જે લોકોને એન્ટીબોડી નથી બનતી તેમને બૂસ્ટર ડોઝ આપવા જેવો છે.
આ ઈન્સ્ટિટ્યુટ ઈન્ડિયન SARS-Cov-2નો હિસ્સો છે. જે દેશભરમાં 28 પ્રયોગશાળા ચલાવે છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે ત્રણથી 6 મહિના પછી અમુક લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ શરીરમાં ઘટે છે, જેથી તે લોકોને બૂસ્ટર ડોઝની ખાસ જરૂર છે.
જોકે હાલ બૂસ્ટર ડોઝ પર રોક લગાવામાં આવી છે. પરંતુ તેમની વિનંતી બાદ હવે બૂસ્ટર ડોઝ શરૂ કરવામાં આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે.