News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા ફરી એકવાર હિંદુત્વ પર નિવેદન આપીને પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. તેઓએ હિન્દુત્વને હિંસા અને હત્યાની વિચારધારાનો ટેગ આપ્યો છે. કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે તે એકમાત્ર ધર્મ છે જેણે હિંસા અને હત્યાને યોગ્ય ઠેરવી હતી. તેમણે હિન્દુત્વને બંધારણ વિરુદ્ધ ગણાવ્યું છે. તેમના નિવેદનને કારણે કોંગ્રેસ પાર્ટીને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કલબુર્ગીમાં એક જનસભા દરમિયાન કહ્યું, ‘હિંદુત્વ બંધારણની વિરુદ્ધ છે. હિંદુત્વ અને હિંદુ ધર્મ અલગ-અલગ છે. હું હિંદુ ધર્મનો વિરોધી નથી. હું પણ એક હિંદુ છું પણ મનુવાદ અને હિંદુત્વનો વિરોધ કરું છું. કોઈપણ ધર્મ હત્યા અને હિંસાને સમર્થન આપતો નથી, પરંતુ હિંદુત્વ અને મનુવાદ હત્યા, હિંસા અને ભેદભાવને સમર્થન આપે છે.’
કેમ વધારી રહ્યા છે પાર્ટીની મુશ્કેલીઓ
કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ પોતે જાહેરાત કરી છે કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. તેમના માટે આ ચૂંટણી ઘણી મહત્ત્વની છે. ચૂંટણી જીતવા માટે દરે
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ…પાણી સાચવીને વાપરો, 8 ફેબ્રુઆરીએ 24 કલાક માટે પાણી પુરવઠો રહેશે બંધ!
વિધાનસભાની ચૂંટણી ક્યારે છે?
કર્ણાટક વિધાનસભાની તમામ 224 બેઠકો માટે મે 2023માં ચૂંટણી યોજાઈ શકે છે. કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મે, 2023 ના રોજ સમાપ્ત થાય છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી મે 2018માં યોજાઈ હતી. ચૂંટણી પછી, જનતા દળ (JDS) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગઠબંધને રાજ્ય સરકારની રચના કરી, જેમાં HD કુમારસ્વામી મુખ્ય મંત્રી હતા. જોકે, આ સરકાર થોડા મહિનામાં પડી ગઈ હતી.ક વર્ગને સંતુષ્ટ કરવા નિવેદનો આપી રહ્યા છે. તેમની નિવેદનબાજી પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી રહી છે.