News Continuous Bureau | Mumbai
Cyclone Biporjoy : અરબી સમુદ્રમાં બીપરજોય વાવાઝોડાને લઈ સોમનાથ જિલ્લા અને દીવનો દરિયો રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેમ દરિયો ગાંડોતુર બન્યો હતો. દરિયાના મોજા 15 ફુટ ઉંચા ઉછળ્યા હતા. ત્યારે વેરાવળ, સુત્રાપાડામાં ભારે પવન સાથે પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેને લઈ રસ્તા પર જાણે પાણીના તળાવો ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે પવન અને વરસાદના પગલે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે સુત્રાપાડાના દરિયા કાંઠે આવેલા રહેણાંક વિસ્તારો સુધી દરિયાના પાણી ફરી વળતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. સૂત્રાપાડા 134 MM અને વેરાવળમાં અત્યાર સુધીમાં 146 MM વરસાદ વરસી ગયો હતો ઉના ગીરગઢડા પંથકમાં સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઉનામાં સવારથી બપોર સુધીમાં 15, ગીરગઢડા 7 MM વરસાદ વરસ્યો હતો.
જ્યારે તાલુકાના ખત્રીવાડા 1 ઇંચ, સનખડા, ગાંગડા, ઊંટવાળા, કાણકબરડા, ગરાળ, રામેશ્વર, સહીતનાં ગામોમાં અડધોથી એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો ભારે પવનની સાથે વરસાદ વરસતા ઉના શહેરમાં વેરાવળ રોડ પર એક તાડનું ઝાડ અચાનક ધરાશાયી થયું હતું. રસ્તા પરથી બાઈક પસાર થઈ રહેલ ત્યારે તાડનું ઝાડ બાઈક ઉપર ધરાશાયી થતાં બાઈક પર સવાર રાણવશી ગામના ઓઘડભાઈ નાનુભાઈ પામક તેમજ ગીતાબેન ઓઘડભાઇ પામક બંન્ને દંપતીને હાથના ભાગે ઈજા પહોંચી હતી. ઈમરજન્સી 108ને જાણ કરતા ધવલ ભટ્ટ તેમજ અશ્વિન ચાવડા ઘટના સ્થળે દોડી જઈ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ઉના ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં રસ્તા પર તાડના ઝાડની ધરાશાયીની ઘટના બનતા વાહન ચાલકોને થોડીવાર માટે મુશ્કેલી બાદ તાત્કાલિક ક્રેઈનની મદદથી ધરાશાઈ તાડને રસ્તા પરથી દૂર કરવામાં આવતા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ઝાડની સાથે વિજપોલ પણ ધરાસાયી થતાં વિજ પુરવઠો ખોરવાય ગયો હતો. જેથી પી.જી.વી.સી.એલ.ના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ બીજો પોલ ઉભો કરી વિજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો
આ સમાચાર પણ વાંચો : Cyclone Biporjoy :`બીપરજોય’નો કહેર: પોરબંદરમાં ઈન્દ્રેશ્વર મંદિરની દિવાલ ધરાશાયી : બંદર ઉપર ૯ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું