News Continuous Bureau | Mumbai
Cyclone Biporjoy :પોરબંદર ના દરિયાકિનારે બિપોરજોય વાવાઝોડાનો કહેર જોવા મળી રહયો છે. ૩૦ ફૂટ ઊંચા મોજા ઉછળી રહયાં છે. તો પોરબંદર વહીવટી દ્વારા વાવાઝોડા તમામ પરિસ્થિતિ પહોંચી વડવા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છ. બંદર પર ભયસૂચક ૯ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારાઅપીલ કરવામાં આવી છે.
વાયુ વાવાઝોડાના ત્રણ વર્ષ બાદ પોરબંદરના દરિયાકાંઠે પહોંચેલુ બિપરજોય વાવાઝોડું તેના અસલી સ્વરૂપ પર જોવા મળ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. વોક-વે ઉપર મોટા પથ્થરો, કાંઠાનો તૂટેલો ભાગ મોજાના લીધે આવી પહોંચ્યો હતો. ઉપરાંત દરિયાઇ મોઝા લોર્ડસ હોટલના ગેટ સુધી આવી પહોંચ્યા હતા. બંદર ઉપર ભયસૂચક ૯ નંબરના સિગ્નલને લઇને લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઇ છે. તો સમગ્ર ઘટનાને લઇને વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી છે. અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર જ્યા દૂર છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૧૫ જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે ૧૫ અને ૧૬ જૂનના રોજ પોરબંદર, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
Cyclone Biporjoy :`બીપરજોય’નો કહેર: ઈન્દ્રેશ્વર મંદિરની દિવાલ ધરાશાયી
પોરબંદરમાં `બીપરજોય’ નામક વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયા કિનારે ૩૦ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ચોપાટી સ્મશાન નજીક ૧૦૦ થી વધારે વર્ષ જુના ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ગત મોડી રાત્રીના રોજ ધરાશાયી થઈ હતી. ભારે મોજાના કારણે ભેખડો અને પથ્થરો દરિયાકાંઠેથી ઉડી ચોપાટી સુધી આવી રહ્યા છે. મોજાના કારણે ઈન્દ્રેશ્વર મંદિરની નવી બનતી દિવાલ ધરાશાયી થઈ છે, આ ઉપરાંત દરિયો તોફાની બનતા મોજા ઈન્દ્રેશ્વર મંદિરના પટાંગણ સુધી ઉછળીને આવી રહ્યા છે. બંદર ઉપર ૯ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. દરિયા કિનારે ૧૪૪ કલમ નું જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે અને હજુ પણ દરિયા કિનારે મોજા ૩૦ ફૂટ કરતા વધુ ઉછળી શકે છે તેવો સુદામાપુરીનો સમુદ્ર તોફાની બન્યો છે. ચોપાટી સ્મશાન નજીક વોક-વે નવું બની રહ્યું છે અને દરિયાકાંઠે ટેટ્રાપોલ નાખવામાં આવ્યા છે, જેના લીધે ઈન્દ્રેશ્વર મંદિરને નુકસાન પહોંચતું અટકી રહ્યું છે. જો આ વોક-વે કે ટેટ્રાપોલ `બીપરજોય’ સાયક્લોન પહેલા ન બન્યું હોત તો ઈન્દ્રેશ્વર મંદિરને મોટું નુકસાન જઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને હજુપણ પોરબંદર માટે સ્થિતિ ગંભીર બની શકે છે.
Cyclone Biporjoy :એનડીઆરએફ સતત ખડેપગે
પોરબંદરમાં બિપોર જોય નામક વાવાઝોડા 310 કીમી દૂર જેના પગલે પોરબંદર શહેરનું વાતારણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઈને પૂર્વમાં કચ્છ સુધી ગુજરાતના દરિયાકાંઠે `બિપરજોય’ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. આથી તત્ર દ્વારા દરિયાકાઠાના વિસ્તારમા રહેતા લોકોને પણ સાવધ રહેવા માટે સૂચન આપી દીધી છે. તો હાલ વહીવટીતત્રને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યું છે. જેમાં વહીવટી કચેરીઓના મુખ્ય અધિકારીઓને મુખ્ય મથક ન છોડવા સૂચના આપી દેવામા આવી છે, તો દરિયાકાઠાના ૪૨ જેટલા ગામો પર વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે. તો પોરબંદરમાં આવેલ અનેડીઆરફની ટીમ એલર્ટ બની છે.પોરબંદરના ચોપાટી ખાતે હાલ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. એનડી આર એફની ટીમે પોરબંદર સુભાષનગર વિસ્તારની માર્ચ યોજી હતી. લોકોને નજીકના આશ્રય સ્થળ પર ઘસી જવા સુચના આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Cyclone Biporjoy : ચક્રવાત બિપરજોય: બિપરજોયની કેટેગરી ડાઉનગ્રેડ પરંતુ હજુ પણ ખતરનાક, ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, બંદરો બંધ, NDRF તૈનાત