News Continuous Bureau | Mumbai
Delhi: પાકિસ્તાન (Pakistan) ની એક મહિલા સીમા ગુલામ હૈદર (Seema Gulam Haider) ગેમિંગ એપ PUBG મોબાઈલ પર દિલ્હી (Delhi) નજીક ગ્રેટર નોઈડા (Greater Noida) ના સચિનને મળી હતી. તેઓ પ્રેમમાં પડ્યા અને સીમા ગેરકાયદેસર રીતે નેપાળ (Nepal) થઈને ભારત (India) માં પ્રવેશી. સચિન જ્યાં રહેતો હતો તે ગ્રેટર નોઈડા પહોંચ્યો ત્યારે તેણી સાથે તેના ચાર બાળકો પણ હતા.
સીમા અને સચિન ગેમિંગ પ્લેટફોર્મ (Gaming Platform) દ્વારા મળ્યા હતા. તેઓએ એકબીજા સાથે ઓનલાઈન ચેટ કરવાનું શરૂ કર્યું અને આખરે પ્રેમ થઈ ગયો. સીમા ભારત પહોંચ્યા પછી, તેઓ ગ્રેટર નોઈડાના રબુપુરા વિસ્તારમાં ભાડાના એપાર્ટમેન્ટમાં સાથે રહેવા લાગ્યા.
આ સમાચાર પણ વાંચો: Plastic free India : પ્લાસ્ટિક મુક્ત ભારત, ગ્રીન ગ્રોથની દિશામાં આ રાજ્યની આગેકૂચ, હવે પ્લાસ્ટિક કચરાના બદલામાં અપાય છે રૂપિયા…
એક પાકિસ્તાની મહિલા ગ્રેટર નોઈડામાં ગેરકાયદેસર રીતે રહે છે..
થોડી જ વારમાં સ્થાનિક પોલીસને માહિતી મળી કે એક પાકિસ્તાની મહિલા ગ્રેટર નોઈડામાં ગેરકાયદેસર રીતે રહે છે. જ્યારે સચિનને જાણ થઈ કે પોલીસને સીમાની હાજરીની ખબર મળી ગઈ છે, ત્યારે સચિન સીમા અને તેના ચાર બાળકો સાથે ભાગી ગયો. આ દંપતી જે એપાર્ટમેન્ટમાં રહેતું હતું. એપાર્ટમેન્ટના માલિક બ્રિજેશએ પોલીસને જણાવ્યું હતું કે સચિનને મે મહિના પહેલા મકાન ભાડે દીધુ હતું. તેઓએ કહ્યું કે તેઓએ કોર્ટ મેરેજ કર્યા છે અને ચાર બાળકો છે.
મકાનમાલિકે પોલીસને જણાવ્યું, “મહિલા પાકિસ્તાનની છે એવું લાગતું ન હતું. તેણે સલવાર સૂટ અને સાડી પહેરી હતી.”
સચિન અને સીમાની પોલીસે ધરપકડ કરી છે, અને વધુ તપાસ ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો: Jojoba Oil : ચોમાસામાં તમારા માથામાં આવે છે ખંજવાળ? તો આ તેલનો ઉપયોગ કરો, મળશે રાહત અને વાળ પણ થશે જાડા