News Continuous Bureau | Mumbai
Bharat Jodo Yatra : યાત્રા દરમિયાન ચાના કાર્યક્રમ દરમિયાન ઝપાઝપી થઈ હતી અને પાર્ટીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ (Digvijay Singh) નાસભાગમાં જમીન પર પડી ગયા હતા. ત્યાં હાજર સમર્થકોએ તેમને સંભાળી લીધા હતા. નાસભાગમાં નીચે પડી ગયેલા દિગ્વિજય સિંહને ગંભીર (injured) ઈજા થઈ ન હતી. તેમની તબિયત સારી છે.
આ પ્રકારે લફડું થયું
દિગ્વિજય સિંહ રાહુલ ગાંધી (Rahul Gandhi) ની પદયાત્રા આજે ઓમકારેશ્વરથી ઈન્દોર જઈ રહી હતી ત્યારે રાહુલ ગાંધી અચાનક બરવાહથી ચાર કિમી દૂર ચોર બાવડી પાસે એક હોટલમાં ચા પીવા માટે રોકાઈ ગયા હતા. તે સમયે ત્યાં ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે દિગ્વિજય સિંહ (Digvijay Singh) જમીન પર પડી ગયા હતા. આ મામલા બાદ દિગ્વિજય સિંહે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
આ સમાચાર પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટે યસ બેંકના ભૂતપૂર્વ MD-CEO રાણા કપૂરને મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા