News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ( Gadkari ) સમગ્ર દેશમાં હાઈવેના નિર્માણ પર ગંભીરતાથી ધ્યાન આપી રહ્યા છે. હાલમાં મુંબઈથી દિલ્હીને 12 કલાકમાં જોડવા માટે નવો એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. એ જ રીતે ચેન્નાઈથી બેંગલુરુ સુધી એક નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે.
દરમિયાન, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ પુણેના પિમ્બરીમાં એક ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં ભાગ લીધો હતો. આ ચર્ચા દરમિયાન નીતિન ગડકરીએ દિવંગત ઉદ્યોગપતિ સાથેની તેમની એ જૂની યાદો શેર કરી છે. જ્યારે તેમણે ધીરુભાઈ અંબાણી સાથે શરત લગાવી હતી કે “જો હું તે શરત હારીશ, તો હું મારી મૂછો કાઢી નાખીશ” ગડકરીએ અંબાણીને ( Dhirubhai Ambani ) વચન આપ્યું હતું.
નીતિન ગડકરી કહ્યું કે, પુણેએ મને ઘણું શીખવ્યું છે. જ્યારે હું મહારાષ્ટ્રનો મંત્રી હતો ત્યારે મુંબઈ-પુણે રોડના ( Pune-Mumbai e-way cost ) નિર્માણ પર મને ગર્વ છે. ધીરુભાઈ અંબાણીએ આ રોડ બનાવવા માટે 3,600 કરોડ રૂપિયાની સૌથી ઓછી રકમનું ટેન્ડર આપ્યું હતું. કાયદા મુજબ રોડ બનાવવાનું કામ તેને સોંપવું જોઈએ. પરંતુ મેં ટેન્ડરની રકમ 1,800 કરોડથી વધુ ગણી હતી. બાળાસાહેબ ઠાકરે અને પ્રમોદ મહાજને કહ્યું કે કાયદા પ્રમાણે કામ થવા દો. પરંતુ કરાર પર હસ્તાક્ષર થયા ન હતા. ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું. આનાથી ધીરુભાઈ અંબાણી મારાથી નારાજ થઈ ગયા. ગડકરીએ કહ્યું કે, ત્યાર બાદ ધીરુભાઈ એકદમ ગુસ્સે થઈને મને બોલ્યા હતા કે, સરકારની શું ઔકાત હોય છે ? આપ શું રોડ બનાવશો? મેં તરત જ તેને કહ્યું કે જો હું આ રસ્તો બે વર્ષમાં પૂરો નહીં કરું તો હું મારી મૂછો કઢાવી દઈશ. બાદમાં, મહારાષ્ટ્ર રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી અને અમે 1,600 કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષમાં આ રોડનું નિર્માણ પૂર્ણ કર્યું. રસ્તો પૂરો થયા પછી, ધીરુભાઈ અંબાણીએ મને અંગત રીતે ફોન કર્યો અને કહ્યું કે આપ જીતી ગયા અને હું હાર્યો.
આ સમાચાર પણ વાંચો: Twitter Account Suspension: 1 ફેબ્રુઆરીથી બદલાઈ રહ્યા છે ટ્વિટરના નિયમો, હવે યુઝર્સને મળશે આ ફિચર્સ
મહત્વનું છે કે આ ઘટના તે સમયની છે, જ્યારે વર્ષ 19995માં નીતિન ગડકરી મહારાષ્ટ્ર સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી હતા. હાલ નીતિન ગડકરી રોડ પરિવહન મંત્રી છે અને રોડ નિર્માણ અને નવા પ્રયોગો માટે ખૂબ જાણીતા છે. મોટા ભાગે મજેદાર કિસ્સા સંભળાવતા હોય છે અને સોશિયલ મીડિયા ચેનલ પર પણ સારા સારા વીડિયો શેર કરતા રહે છે.
Join Our WhatsApp Community