News Continuous Bureau | Mumbai
ભારતીય પશુ ચિકિત્સા સંશોધન સંસ્થાએ ગૌમૂત્રને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. IVRI રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભેંસનું મૂત્ર ગૌમૂત્ર કરતાં વધુ અસરકારક છે અને ગૌમૂત્ર માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ સંસ્થાના પીએચડી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું.
ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાએ દાવો કર્યો છે કે તાજા ગૌમૂત્રમાં હાનિકારક બેક્ટેરિયા હોઈ શકે છે જે સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. તેમણે પોતાના એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે કોઈપણ વ્યક્તિએ સીધું ગૌમૂત્ર પીવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી તે બીમાર થઈ શકે છે. IVRI ના ભોજ રાજ સિંહની આગેવાની હેઠળ પીએચડીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગાય અને બળદના પેશાબમાં એક કે બે નહીં, પરંતુ 14 પ્રકારના જીવલેણ બેક્ટેરિયા એસ્ચેરીચિયા કોલી હોય છે. જે પેટમાં ઈન્ફેક્શનનું કારણ બની શકે છે. તેથી વ્યક્તિએ તેનો સીધો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો: ના હોય.. આ હાથી છોલીને ખાય છે કેળાં, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો..
ઓનલાઈન વેબસાઈટ રિસર્ચગેટમાં સંશોધન અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ભોજ રાજ સિંહ કે જેઓ રોગશાસ્ત્ર વિભાગના વડા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગાય, ભેંસ અને માનવીઓના 73 પેશાબના નમૂનાના પરીક્ષણ દર્શાવે છે કે ભેંસનું પેશાબ ગૌમૂત્ર કરતાં બેક્ટેરિયાના વિકાસને રોકવામાં વધુ સારું છે. આથી ગૌમૂત્ર કરતાં ભેંસનું મૂત્ર વધુ અસરકારક છે. ગૌમૂત્રમાં વધુ બેક્ટેરિયા હોય છે.
તેમણે વધુમાં કહ્યું કે અમે સ્થાનિક ડેરી ફાર્મમાંથી ત્રણ પ્રકારની ગાયો સાહિવાલ, થરપારકર અને વિંદાવાણી તેમજ ભેંસ અને માનવીના નમૂના એકત્રિત કર્યા છે. જૂન અને નવેમ્બર 2022 ની વચ્ચે હાથ ધરવામાં આવેલા સંશોધનમાં નિષ્કર્ષ આવ્યો કે તંદુરસ્ત વ્યક્તિઓના પેશાબમાં સંભવિત રોગકારક બેક્ટેરિયા મોટી માત્રામાં હોય છે.
અમારા સંશોધનમાંથી એક મહત્વની વાત બહાર આવી છે કે કોઈ પણ સંજોગોમાં મનુષ્યો માટે ગૌમૂત્રની ભલામણ કરવામાં આવતી નથી. ગૌમૂત્ર બેક્ટેરિયાનાશક હોવાનું કહેવાય છે, પરંતુ વાસ્તવમાં આ સાચું નથી, સંશોધકોનો દાવો છે.