રાષ્ટ્રપતિ ભવન ખાતે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની પીએમ મોદી સાથે મુલાકાત, રશિયા-યૂક્રેન યુદ્ધ પર થશે ચર્ચા

બંને નેતાઓ આજે વ્યાપક મંત્રણા કરશે, જેમાં યૂક્રેન સંઘર્ષ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ, સ્વચ્છ ઉર્જા, વેપાર અને નવી ટેક્નોલોજી તેમજ દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાના પગલાં અંગે ચર્ચા થશે.

by Dr. Mayur Parikh
German Chancellor Olaf Scholz arrives in India, meets PM Modi

News Continuous Bureau | Mumbai

જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ શનિવારે ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા. અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું. બંને નેતાઓ આજે વ્યાપક મંત્રણા કરશે, જેમાં યૂક્રેન સંઘર્ષ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ, સ્વચ્છ ઉર્જા, વેપાર અને નવી ટેક્નોલોજી તેમજ દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાના પગલાં અંગે ચર્ચા થશે.

2021માં જર્મનીના ચાન્સેલર બન્યા બાદ સ્કોલ્ઝની આ પ્રથમ ભારત મુલાકાત છે. તેમની ભારત મુલાકાત એવા સમયે આવી છે જ્યારે એક દિવસ પહેલા જ યૂક્રેન પર રશિયાના આક્રમણને એક વર્ષ પૂર્ણ થયું છે. ભારતમાં જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેને બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે જર્મન ચાન્સેલર સ્કોલ્ઝ અને વડાપ્રધાન મોદી વચ્ચેની બેઠકમાં એજન્ડામાં રશિયા-યૂક્રેન યુદ્ધને ખૂબ જ ઊંચા સ્તરે જોઈ રહ્યા છીએ. તે એજન્ડાનો મહત્ત્વપૂર્ણ ભાગ હશે.”

અહેવાલ અનુસાર, રશિયા-યૂક્રેન યુદ્ધની અસર, ખાસ કરીને ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, મોદી-શોલ્ઝ વાટાઘાટોના એજન્ડામાં મુખ્ય સ્થાને રહે તેવી શક્યતા છે. આ સિવાય વેપાર, સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને નવી ટેકનોલોજી સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ ચર્ચા થઈ શકે છે. બંને નેતાઓ વચ્ચે ભારતીય પ્રશાંત ક્ષેત્રની સમગ્ર સ્થિતિ પર પણ ચર્ચા થવાની સંભાવના છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનની આક્રમકતા વધી છે.

નોંધપાત્ર વાત એ છે કે, અગાઉ 16 નવેમ્બરે G20 સમિટ દરમિયાન ઇન્ડોનેશિયાના બાલીમાં વડાપ્રધાન મોદી અને ચાન્સેલર સ્કોલ્ઝ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. સત્તાવાર કાર્યક્રમ મુજબ, સ્કોલ્ઝ 25 ફેબ્રુઆરીએ સવારે 9.15 વાગ્યે દિલ્હી પહોંચશે અને સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવશે. આ પછી વડાપ્રધાન મોદી અને ચાન્સેલર સ્કોલ્ઝ વચ્ચે વાતચીત થશે.

આ સમાચાર પણ વાંચો :  અરે વાહ, મુંબઈને નવો બીચ મળશે; મલબાર હિલથી વરલી સી ફેસ… લગભગ આટલા કિલોમીટર લાંબો.. હશે આ અત્યાધુનિક સુવિધાઓ..

બપોરે, સ્કોલ્ઝ મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવા રાજઘાટની મુલાકાત લેશે. ચાન્સેલર સ્કોલ્ઝ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરવાના છે. ચાન્સેલર સ્કોલ્ઝ રવિવારે સવારે બેંગ્લોર જવા રવાના થશે. જર્મન ચાન્સેલરની મુલાકાતની જાહેરાત કરતા, વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે સ્કોલ્ઝની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ સત્તાવાળા વેપારી નેતાઓનું પ્રતિનિધિમંડળ હશે. મોદી અને સ્કોલ્ઝ બંને દેશોના બિઝનેસ લીડર્સ સાથે પણ વાતચીત કરશે.

 

Join Our WhatsApp Community

You may also like