News Continuous Bureau | Mumbai
કોંગ્રેસનો ( Congress ) સાથ છોડીને પોતાની નવો પક્ષ ‘ડેમોક્રેટિક આઝાદ પક્ષ’ બનાવનાર ગુલામ નબી આઝાદને ( hulam Nabi Azad ) આજે મોટો ઝટકો લાગ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીને નવી તાકાત મળી છે. ભારત જોડો યાત્રા શ્રીનગરમાં પ્રવેશે તે પહેલા જ ગુલામ નબી આઝાદની પાર્ટી ‘ડેમોક્રેટિક આઝાદ પક્ષ’માંથી રાજીનામું આપી પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ સહિત 17 મોટા નેતાઓ કોંગ્રેસમાં પરત ફર્યા છે. જ્યારે ગુલામ નબી આઝાદે ડેમોક્રેટિક આઝાદ પાર્ટી બનાવી હતી, ત્યારે આ તમામ નેતાઓ તેમાં જોડાયા હતા.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ નેતાઓને પાર્ટીમાં આવકાર્યા હતા. વેણુગોપાલે કહ્યું કે ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશે તે પહેલા અમારા ઘણા નેતાઓ ઘરે પરત ફરી રહ્યા છે. બહુ જ ખુશીની વાત છે. તારા ચંદ, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પીરઝાદા મોહમ્મદ અને અન્ય 15 નેતાઓ કોંગ્રેસમાં પરત ફર્યા છે.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો, શિવડી કોર્ટે જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ, હવે આ તારીખે થશે સુનાવણી.. જાણો શું છે સમગ્ર મામલો
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં DAPના ઘણા વધુ નેતાઓ કોંગ્રેસમાં પાછા ફરશે. આઝાદે ગયા વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને પછી DAPની સ્થાપના કરી હતી. પાર્ટીની રચનાના થોડા અઠવાડિયા પછી તેમાં મતભેદ શરૂ થઈ ગયો. તારા ચંદ અને અન્ય કેટલાક નેતાઓને DAPમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા
Join Our WhatsApp Community