News Continuous Bureau | Mumbai
મુંબઈ અને અમદાવાદ વચ્ચે ની મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન ની પરિયોજના નો એક મહત્ત્વનો તબક્કો પસાર થઈ ગયો. બુલેટ ટ્રેન માટે જરૂરી એવી 98% જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. આ માટે વન વિભાગ તરફથી પણ અનુમતિ મળી ગઈ છે. 500 કિલોમીટર લાંબી આ રેલવે લાઇન નો અધિકાર હિસ્સો ગુજરાતમાં છે. હવે બાંદરા કુર્લા કોમ્પલેક્સ ખાતે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે.
કુલ 98.22% જમીનનું અધિગ્રહણ થઈ ગયું છે. ગુજરાતમાં 99% જમીનનું અધિગ્રહણ પતી ગયું છે. તેમજ ગુજરાત રાજ્યમાં આશરે 30 ટકા કામ પતી ગયું છે જ્યારે કે મહારાષ્ટ્રમાં માત્ર 13 ટકા કામ થઈ શક્યું છે.
આ સમાચાર પણ વાંચો: Mumbai News : ઉદ્ધવ ઠાકરે જૂથના કોર્પોરેટરોએ હવે બીએમસી મુખ્યાલય માં દૈનિક કામ શરૂ કર્યું. પક્ષ કાર્યાલય બચાવવા હવાતિયા? કે પછી કોઈ રણનીતિ?